- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) World Theatre Day: આજે રંગમંચ દિવસ, રંગમંચનુ મહત્વ અને તેની ઉપયોગિતા કલાકારોના જીવનમાં કેટલુ મહત્વ રાખે છે
આજે ૨૭મી માર્ચ એટલે કે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસ ની ઉજવણી થઈ રહી છે વર્ષ ૧૯૬૧થી રંગમંચ દિવસ ની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી જે આજે પણ જોવા મળી રહી છે, રંગમંચ એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં સમગ્ર વિશ્વને નામી-અનામી અને ખૂબ મોટા ગજાના કલાકારો આપ્યા છે. રંગમંચની આપણા જીવનમાં શું ઉપયોગીતા હોઈ શકે રંગમંચ દ્વારા કલાકારો પોતાની કલા ઓઝજસ ને સામાન્ય લોકો સુધી પહોંચાડી શકવા માટે રંગમંચની ભૂમિકા વિશેષ અને કંઈક અંશે જીવનના એક ભાગ સમી માનવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ રંગમંચ દિવસે રંગમંચના કલાકારો એ સમગ્ર વિશ્વના લોકોને રંગમંચ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રંગમંચની ભૂમિ એ સમગ્ર વિશ્વને નાનાથી લઈને મોટા નામીથી લઈને અનામી સુધીના અનેક ખ્યાતનામ કલાકારો ની ભેટ આપી છે અને એટલા માટે જ રંગભૂમિને લોકોની જીવંત લાગણીઓ સાથે આજે પણ જોડીને જોવામાં આવે છે, જે આધુનિક સમયમાં પણ રંગમંચની વિશેષ મહત્તા સાબિત કરે છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Heritage Tourism in Gujarat: નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, 451 કરોડના MoU સહિતનું બધું જાણો
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ગુજરાતના ભવ્ય વારસા’ (Heritage Tourism in Gujarat)ની ઉજવણીના કાર્યક્રમનું ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં હેરિટેજ ટુરિઝમ પોલિસીનું સ્ક્રીનિંગ દર્શાવવામાં આવ્યું હતું. 5 મહત્ત્વના MOU સહિતની તમામ બાબતો વિશે જાણવા ક્લિક કરો.Click Here
2) Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં AMC દ્વારા નિર્મિત 307 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. અમિત શાહે આ સાથે ચૂંટણીલક્ષી વાતો લોકોને કહી હતી. જાણવા કરો ક્લિક.Click Here