ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: યુપીમાં આજે 54 બેઠકો પર યોજાશે સાતમા તબક્કાનું મતદાન, C-17 એરક્રાફ્ટ હિંડન એરબેઝ પર ઉતરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

top news: યુપીમાં આજે 54 બેઠકો પર યોજાશે સાતમા તબક્કાનું મતદાન,C-17 એરક્રાફ્ટ હિંડન એરબેઝ પર ઉતરશે, કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સાથે આવશે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
top news: યુપીમાં આજે 54 બેઠકો પર યોજાશે સાતમા તબક્કાનું મતદાન,C-17 એરક્રાફ્ટ હિંડન એરબેઝ પર ઉતરશે, કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સાથે આવશે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Mar 7, 2022, 5:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) UP Assembly Election 2022 : યુપીમાં આજે 54 બેઠકો પર યોજાશે સાતમા તબક્કાનું મતદાન

પૂર્વાંચલની 54 બેઠકો માટે મતદાન સાથે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(up assembly election 2022) માટે મતદાનની પ્રક્રિયા આજે પૂર્ણ(seventh phase in UP on 7th march) થશે. સાતમા તબક્કામાં મતદાન પહેલા તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓએ પૂર્વાંચલમાં ધામા નાખ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે બનારસમાં રહીને વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકા ગાંધીની સાથે રાહુલ ગાંધીએ પણ છેલ્લા તબક્કામાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન સમગ્ર સમાજવાદી કુળ પણ ઝુંબેશમાં રોકાયેલું રહ્યું.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું? ભરતી બોર્ડના ચેરમને આ બાબતે શું આપી પ્રતિક્રિયા...

આજે રાજ્યમાં PSIની પરીક્ષા(PSI exam) યોજાઇ હતી, તે દરમિયાન અમદાવાદમાં પરીક્ષાનું પેપર ફૂટ્યાની ઘટના(Incident of paper exploding) સામે આવી છે. ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ બાબત પર ભરતી બોર્ડના ચેરમેન(Chairman of the Recruitment Board) વિકાસ સહાયે પ્રતિક્રિયા આપી હતી.Click Here

2) Russia-Ukraine War : C-17 એરક્રાફ્ટ હિંડન એરબેઝ પર ઉતરશે, કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સાથે આવશે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ

જનરલ વીકે સિંહ આજે એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં(C-17 Globemaster aircraft) પોલેન્ડ-યુક્રેન બોર્ડર પરથી વતન પાછા આવી રહ્યા છે. 1 માર્ચથી વીકે સિંહ સતત પોલેન્ડ-યુક્રેન બોર્ડર(Poland-Ukraine border) પરથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને વતન તરફ રવાના કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે 14 વિમાનો દ્વારા 3,000થી વધુ વિદ્યાર્થીઓને ભારત મોકલ્યા છે.Click Here

3) Attack in Jammu and Kashmir: ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત, 21 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં, શ્રીનગરના લાલ ચોક નજીક અમીરા કદલ બજારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં(grenade attack by terrorist in Srinagar JK) એક નાગરિકનું મોત(civilian killed in grenade attack) થયું છે. તે જ સમયે, પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ(policemen injured in grenade attack) થયા છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગ્રેનેડ હુમલાની નિંદા કરી છે અને હુમલાખોરોને કડક સજાની માંગ કરી છે.Click Here

4) અમૃતસર BSF કેમ્પમાં અંદરો અંદર ગોળીબાર, પાંચ જવાનો થયા શહીદ

આજે રવિવારે પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાનોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ BSF જવાનો શહિદ થયા હતા અને અન્ય જવાનો ઘાયલ થયા હતા.Click Here

  • ચેમ્પિયન

1) Women World Cup 2022 :ભારતીય મહિલા ટીમની વિજયી શરૂઆત, પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું

ભારતીય મહિલા ટીમે આઇસીસી મહિલા વર્લ્ડ કપ 2022માં (Women World Cup 2022 ) પાકિસ્તાનને હરાવીને (India defeated Pakistan) શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં પાકિસ્તાનને 43 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ કરીને મેચમાં 107 રનથી જીત મેળવી છે.Click Here

ABOUT THE AUTHOR

...view details