ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: Vijay Suvala Joins BJP: ભાજપ સાથે જોડાયા બાદ બોલ્યા વિજય સુવાળા - રાતનો ભૂલેલો ઘરે પાછો ફર્યો છું, રાજ્યમાં વધુ 12,753 પોઝિટિવ કેસ નોંધાયા આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Vijay Suvala Joins BJP

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News: Vijay Suvala Joins BJP: ભાજપ સાથે જોડાયા બાદ બોલ્યા વિજય સુવાળા - રાતનો ભૂલેલો ઘરે પાછો ફર્યો છું, રાજ્યમાં વધુ 12,753 પોઝિટિવ કેસ નોંધાયા આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: Vijay Suvala Joins BJP: ભાજપ સાથે જોડાયા બાદ બોલ્યા વિજય સુવાળા - રાતનો ભૂલેલો ઘરે પાછો ફર્યો છું, રાજ્યમાં વધુ 12,753 પોઝિટિવ કેસ નોંધાયા આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jan 18, 2022, 6:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1)Punjab Assembly Election 2022:AAP આજે પંજાબના મુખ્યપ્રધાનના ચહેરાની જાહેરાત કરે તેવી શક્યતા

પંજાબ વિધાનસભા ચૂંટણીને લગતા એક મોટા વિકાસમાં, આમ આદમી પાર્ટી (AAP) આજે મંગળવારે તેના મુખ્યપ્રધાન પદના ચહેરાની જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જાહેરાત સોમવારે જ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તેને મંગળવાર પર મુલતવી રાખવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તેની 'જનતા ચુનેગી અપના સીએમ' જાહેર અભિપ્રાયની ઝુંબેશ શરૂ કરી તે પછી આ આવ્યું છે, કેમ કે કેજરીવાલે પોતે સંકેત આપ્યો હતો કે તેઓ પાર્ટીના સીએમ ઉમેદવાર તરીકે ભગવંત માનને પસંદ કરે છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Gujarat Corona Update: રાજ્યમાં વધુ 12,753 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં આજે 12,753 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. Click Here

2) Vijay Suvala Joins BJP: ભાજપ સાથે જોડાયા બાદ બોલ્યા વિજય સુવાળા - રાતનો ભૂલેલો ઘરે પાછો ફર્યો છું

ભાજપ સાથે જોડાયા બાદ ગાયક વિજય સુંવાળા (Vijay Suvala Joins BJP)એ જણાવ્યું હતું કે, રાતનો ભૂલેલો હું પોતાના ઘરે પરત ફર્યો છુ. મને ભાજપમાં સકારાત્મક વાઈબ્સ મળે છે. તો સી.આર.પાટીલે કહ્યું હતું કે, આ વિજયભાઈનો ઘર વાપસી કાર્યક્રમ છે. તેઓ કેટલાક લોકોના ફેલાવેલા ભ્રમમાં આવી ગયા હતા. Click Here

3) અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ (Corona blast in Ahmedabad Police) જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે. Click Here

4) Punjab Assembly Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ યોજાશે

પંજાબ વિધાનસભાની ચૂંટણી (punjab assembly election) 20 ફેબ્રુઆરીએ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે(election commission of india) મતદાનની તારીખમાં 6 દિવસનો ફેરફાર કર્યો છે (punjab election deferred). અગાઉ, પંજાબના CM ચન્ની (CM Charanjit Singh Channi) સહિત ઘણા નેતાઓએ કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ (CM channi letter punjab voting date) પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભાનો કાર્યકાળ 27 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.Click Here

5) Birju Maharaj Passes Away: કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM Modiએ આપી શ્રદ્ધાંજલિ

પ્રસિદ્ધ કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું આજે 83 વર્ષની વયે નિધન (Birju Maharaj Passes Away) થયું છે. હૃદય રોગનો હુમલો થતા તેમનું નિધન (Birju Maharaj dies of heart attack) થયું છે. આ સાથે જ દેશને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તેમના પરિવારે આ અંગે માહિતી આપી હતી. બિરજુ મહારાજનું મૂળ નામ બ્રિજમોહન મિશ્રા (Birju Maharaj's original name was Brijmohan Mishra) હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના દિવસે લખનઉમાં થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President paid homage to Birju Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi pays tribute to Birju Maharaj) બિરજુ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.Click Here

  • નિષ્ણાતોના મતે

1) UP Assembly Elections 2022: યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?

દરેક પસાર થતા દિવસ સાથે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી (UP Assembly Elections 2022) ની ગતિશીલતા ધરખમ બદલાઈ રહી છે. સત્તાધારી ભાજપ, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીજી વખત વિજય મેળવશે તેવી ધારણા હતી, તેના ધારાસભ્યોને ચૂંટણીની તારીખો નજીક આવી રહી હોવાથી પક્ષ છોડી દેતા જોઈને ભારે આઘાત લાગ્યો છે. પાર્ટી 2024ની સામાન્ય ચૂંટણી માટે પણ સૂર સેટ કરી રહી હતી, પરંતુ ધારાસભ્યોના પક્ષપલટાથી પાર્ટીને ખરાબ રીતે આંચકો લાગ્યો છે. Click Here

ABOUT THE AUTHOR

...view details