- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) Uttarayan SOP Gujarat: DG વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં
ઉત્તરાયણના તહેવાર (Uttarayan 2022 Gujarat)ને લઇને રાજ્ય સરકાર તરફથી SOP જાહેર (Uttarayan SOP Gujarat)કરવામાં આવી છે. કોરોના સંક્રમણ (Corona In Gujarat)માં થઇ રહેલો વધારો વધુ ગંભીર ન બને તે માટે SOP પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. click here
2) Ind Vs Sa Test Series: આજે સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડીયા
ત્રણ મેચની સિરીઝમાં હાલ બન્ને ટીમો 1-1 થી બરાબર છે, બન્ને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજથી શરુ થનાર છે, દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરી રહેલી ટીમ ભારત સેન્ચુરિયન ખાતેની પ્રથમ મેચમાં 113 રને જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ જોહાનિસબર્ગ ખાતેની બીજી ટેસ્ટમાં તેને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે બન્ને ટીમો એકબીજાને હરાવવા માટે મેદાને ઉતરશે. આ ત્રીજી ટેસ્ટ મેચ જે પણ ટીમ જીતશે તે સીરીઝ પર કબજો મેળવશે.
3) IPL 2022, Ahmedabad Team: હાર્દિક પંડ્યા બની શકે છે અમદાવાદનો કેપ્ટન
પહેલીવાર IPLનો ભાગ બની રહેલી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમ બનાવવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવે છે કે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ નવી ટીમનો કેપ્ટન બની શકે છે.અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને ઈશાન કિશનને સામેલ કરી શકે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે શ્રેયસ અય્યર અમદાવાદનો કેપ્ટન બની શકે છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ થયા કોવિડ પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જો કે, તેમને હળવા લક્ષણો હતા. રાજનાથ સિંહે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવા અપીલ કરી છે. Click here