- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Christmas Eve Celebration: આજે સમગ્ર વિશ્વમાં નાતાલનું મહા પર્વ ઉજવવામાં આવશે
આજે ઈસાઈ ધર્મના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આજે નાતાલનું મહા પર્વ ઉજવવામાં આવશે. જેની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદદારીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો મીઠાઈ, ક્રિસમસ-ટ્રી, જિંગલ-બેલ સહિત નાતાલની ઉજવણીમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓની બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. Click here
2 આજે પીએમ મોદી પ્રકાશપર્વના સમાપન સમારોહમાં વર્ચ્યુલી જોડાશે, તે કચ્છના લખપતનું ગુરુદ્વારા સાહિબની ઐતિહાસિક વાતો જાણો…
કચ્છનું લખપત એ જાણીતું સ્થળ છે. તે લખપતમાં ગુરુદ્વારાએ જોવાલાયક સ્થળોની યાદીમાં છે. 25 ડિસેમ્બર, 2021ના રોજ લખપત ગુરુદ્વારામાં પ્રકાશપર્વની ઉજવણી ચાલી રહી છે, તેનો સમાપન સમારોહ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાવાના છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. શું છે આ લખપતના ગુરુદ્વારા સાહિબ? તેના અંગે જાણીએ..
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ
રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો (Night Curfew Extend in Gujarat) કર્યો છે, જે અંતર્ગત હવે 25 ડિસેમ્બરથી રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.. ત્યારે નવા વર્ષની ઉજવણી ઉપર પણ આડકતરી રીતે રોક લાગી ગઈ છે. Click here
2 Boiler Blast in Vadodara: પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી શરૂ કરી તપાસ