- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Election Act Amendment Bill 2021:આજે લોકસભામાં રજૂ થશે ચૂંટણી સુધારણા બિલ
આ દિવસોમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સરકાર આજે લોકસભામાં ચૂંટણી સુધારા સંબંધિત બિલ રજૂ કરશે. લોકસભાના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 'ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ 2021 (Election Act Amendment Bill 2021) સોમવારે નીચલા ગૃહ એટલે કે લોકસભાની બિઝનેસ લિસ્ટમાં સૂચિબદ્ધ છે, જેને કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ રજૂ કરશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Gujarat Gram Panchayat Election 2021: ઉમેદવારના ભાવિ મતપેટીમાં કેદ, કુલ 62 ટકા સરેરાશ મતદાન, 21 તારીખે મત ગણતરી
રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021) પૈકી 8684 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન (Total voting of Panchayat Election 2021) નોંધાયું છે.. હવે 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જરૂર જણાય તો 20 ડીસેમ્બરના રોજ પુન:મતદાન (Re election of Gujarat Gram Panchayat) કરવામાં આવશે. ઉપરાંત 24 ડીસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.. Click here
2 GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ક્યાથી લીક (GSSSB Head Clerk Paper Leak 2021)થયું તેની કડી સુધી પોલીસ પહોંચી છે, જેમાં આ પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું છે. જ્યાં પેપર પ્રિન્ટિંગ (paper leaked from Sanands printing press) થાય છે તેના સુપરવાઈઝરે કિશોર આચાર્યએ (Supervisor leaks head clerks exam paper) આ પેપર વેચ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચે કરાર થયા તેમાં તપાસ કરવામાં આવશે, અન્ય કોઈની સંડોવણી છે કે નહીં કેટલા લોકો સુધી આ પેપર પહોચ્યું છે તે અંગે પણ પોલીસ દ્વારા પુખ્તા સબૂત મેળવવામાં આવશે. જો કે પરીક્ષા રદ કરવાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે, કેમ કે આ પેપર પરીક્ષાના 2 દિવસ પહેલા લીક થયું હોવાથી મોટી સંખ્યામાં લોકો સુધી પહોચ્યું હોય શકે છે. Click here