- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર 2021ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
Captain Amarinder Singh Join BJP: કહયુ, અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું
શુક્રવારે ભાજપના નેતા અને પંજાબ વિધાનસભા ચૂંટણીના અધ્યક્ષ ગજેન્દ્ર શેખાવત અને પંજાબના કદાવર નેતા કેપ્ટન અમરિંદ સિંહની મુલાકાત થઇ. આ બેઠક બાદ ગજેન્દ્ર શેખાવત અને અમરેન્દ્ર સિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પંજાબમાં કેપ્ટન અને ભાજપ સાથે મળીને (Captain Amarinder Singh Join BJP) ચૂંટણી લડશે અને જીતશે. Click here
GSSSB Head Clerk Paper Leak 2021: અસિત વોરાને 72 કલાકમાં પદ પરથી નહીં હટાવાય તો આંદોલન કરીશું, યુવરાજ સિંહની ચીમકી
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા લીક થયું (GSSSB Head Clerk Paper Leak 2021) તેનો મામલો ખૂબ જ ગરમાયો છે. તેવામાં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાને આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, મીડિયા અને સોશિયલ મીડિયા પરથી અમને પેપર લીક થયું હોવાનું (Harsh Sanghvi on Paper Leak Case) જાણવા મળ્યું હતું. સાથે જ પ્રધાને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું. બીજી તરફ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારને એક અલ્ટિમેટમ આપ્યું છે. Click here
Gram Panchayat Election 2021: પ્રચાર પડઘમ શાંત, 19 ડિસેમ્બરના રોજ સવારે 7થી 6 વાગ્યા સુધી યોજાશે મતદાન
ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021)ના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 19 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 8,484 ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન (gram panchayat election voting gujarat) યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 27 હજારથી વધુ મતદાન મથકો (polling stations for gram panachayat election gujarat) ઉપર 37,429 મતપેટીઓ મુકવામાં આવશે. Click here
Resistant Starch Benefit for Health : આંતરડાના સ્વાસ્થ્ય માટે કયા પ્રકારના ફાઈબર ખોરાકમાં હોવા જોઇએ?
પ્રતિરોધક સ્ટાર્ચને-Resistant Starch કાર્બોહાઇડ્રેટ્સના સ્વસ્થ પ્રકારોમાંથી એક ગણવામાં આવે છે, જે પાચન તંત્ર અને આંતરડાના સ્વાસ્થ્યને (Beneficial For Intestinal Health) જાળવવામાં તેમજ ડાયાબિટીસને નિયંત્રિત (Diabetes control) કરવામાં મદદ કરે છે. તેના ફાયદાઓને (Resistant Starch Benefit for Health) જોતાં હાલમાં મોટી સંખ્યામાં લોકો તેમના નિયમિત આહારમાં પ્રતિરોધક સ્ટાર્ચ ધરાવતો ખોરાક પસંદ કરે છે. Click here