- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Anand Krishi University: આજે પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે
આણંદ કૃષિ યુનિવર્સિટી(Anand Krishi University) ખાતે તા. 14થી 16 ડિસેમ્બર, 2021 દરમિયાન ત્રિદિવસીય સમિટ (Anand Krishi University Three Day Summit )યોજાશે. ત્રણ દિવસના આ સેમિનારમાં 15 જ્ઞાનસત્રોમાં 10 થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 90 કરતાં વધુ વક્તાઓ વક્તવ્યો આપશે. Click here
2 Bank Holidays: આજથી સતત 4 દિવસ સુધી બંધ રહેશે બેંક
આગામી ચાર દિવસ સુધી બેંક બંધ (Bank Holidays ) રહેશે તેના કારણે લોકોને બેંક સંબંધિત કામમાં સમ્સયાઓ થશે, પરંતુ જો ડિસેમ્બર મહિનામાં તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામ કરવાનું વિચારી રહ્યાં છો તો ખાસ તકેદારી રાખજો કે 16 દિવસોમાંથી 10 દિવસ બેંકમાં રજા (10 days bank leave) પર રહેશે. દેશભરમાં ક્યાં-ક્યાં અને ક્યારે-ક્યારે રહેશે રજાઓ જાણો વિગતવાર.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા
હેડ ક્લાર્કની જાહેર પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હોવાની યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળમાં ફરિયાદ કરી હોવાનું નિવેદન આપ્યું છે, ત્યારે આજે ગૌણ સેવાના ચેરમેન કોઈ ફરિયાદ નહિ હોવાના નિવેદન આપ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી જણાવ્યુ હતુ (Yuvraj Singh Jadeja on GSSSB Paper Leak ) કે, 16 ડિસેમ્બરના રોજ વધુ પુરાવા સાથે ફરિયાદ કરવા ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચશે. Click here