- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
Gita jayanti: સનાતન હિંદુ ધર્મ માટે સર્વ સ્વીકૃત એવા ધર્મગ્રંથ ગીતાજીની આજે જન્મ જયંતી, અને આજે છે માનવમાત્રને નર્ક માંથી મુક્તિ અપાવતી મોક્ષદા એકાદશી
માગશર સુદ અગિયારસ એટલે કે સમગ્ર વિશ્વમાં ગીતા જયંતીની ઉજવણી (Gita Jayanti Celebration 2021) થઇ રહી છે, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ધર્મગ્રંથોનો જન્મદિવસ વિશ્વમાં ક્યાંય પણ મનાવવામાં આવતો હોય તેવું એક પણ ઉદાહરણ જોવા મળતું નથી, પરંતુ હિંદુ ધર્મ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવતા ગ્રંથ એટલે ભગવાન શ્રીકૃષ્ણના સ્વયમ મુખે માગશર સુદ અગિયારસના દિવસે ગીતાજીની રચના થઈ હતી. અને આજે માગશર સુદ અગિયારસ એટલે કે મોક્ષદા એકાદશીનો તહેવાર છે યુધિષ્ઠિર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને માગસર સુદ અગિયારસનું નામાધીમાન શું છે તેમજ આમ વ્રત કરવાની વિધિ કઈ રીતે થઈ શકે મોક્ષદા એકાદશીને દિવસે કયા દેવનું પૂજન અને અર્ચન કરવું જોઈએ તેને લઇને સવાલો કર્યા હતા. ત્યારથી આજનો દિવસ એટલે કે માગશર સુદ અગિયારસના દિવસને મોક્ષદા એકાદશી તરીકે પૂજવામાં આવી રહી છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Terrorists Attack in Srinagar: કાશ્મીરમાં સુરક્ષા દળની બસ પર આતંકી હુમલામાં 2 પોલીસ જવાન શહીદ
શ્રીનગરની સીમમાં આવેલા જેવાનમાં આતંકવાદીઓએ પોલીસ બસ પર ગોળીબાર (Terrorists Attack in Srinagar) કર્યો છે. હુમલામાં 2 પોલીસ શહીદ, 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અજ્ઞાત આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર જેવાન વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ગોળીબાર (Firing on 9th battalion vehicle) કર્યો હતો. Click here
2 Omicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા
સોમવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ (Omicron In UK)થી પીડિત ઓછામાં ઓછા એક દર્દીના મૃત્યુ (omicron death in uk)ની પુષ્ટિ થઈ છે. બ્રિટનમાં ડિસેમ્બર મહિનામાં જ દરરોજ સરેરાશ 45 હજાર નવા કોરોના કેસ (corona cases in britain) સામે આવી રહ્યા છે અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો (omicron cases in uk)માં પણ વધારો થયો છે. Click here