- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
આજે જમીન દિવસ: સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી
આજે પાંચમી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વ જમીન દિવસની ઉજવણી કરી રહ્યું છે વર્ષ 2012માં થાઈલેન્ડના રાજાના અધ્યક્ષસ્થાને જમીન દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સતત ઘટી રહેલી જમીનની ગુણવત્તા અને તેની ઉત્પાદન ક્ષમતા પર રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક રસાયણોને વિપરીત અસરોને કારણે ખેડૂતોમાં જાગૃતિ આવે અને ખેતી રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક કેમિકલથી મુક્ત બને તે માટે આજના દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2012માં કરવામાં આવી હતી ત્યારથી પાંચમી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Omicron Case Review Meeting : રાજ્યમાં આવી ગયો ઓમિક્રોન કેસ, હજુ 34 લાખ લોકો વેકસીનમાં બાકી હોવાની ચિંતા
ગુજરાત રાજ્યમાં જે વાતની બીક હતી તે જ હવે થઈ રહ્યું છે જામનગરમાં પ્રથમ કોરોના વેરિએન્ટ એમીક્રોન વાઇરસનો (First case of omicron in jamnagar) કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ આરોગ્ય વિભાગ સાથે બેઠક (Omicron Case Review Meeting) યોજીને રાજ્યમાં રસીકરણની (Vaccination) કામગીરી સર્વેલન્સ ટ્રેકિંગ અને ટેસ્ટિંગની કામગીરી વધુ ઝડપી બનાવવાની સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જે વ્યક્તિને નવા વેરિએન્ટથી (Omicron variant of covid-19) સંક્રમિત થયા છે તેના સંપર્કમાં આવેલા 90 લોકોને પણ isolate કરીને ટ્રેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે.Click here
2 IND vs NZ 2nd Test Day 2: ભારતે મેળવી 332 રનની સરસાઈ, મયંક-પૂજારાની બીજા દાવમાં શાનદાર શરૂઆત
મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ (ind vs nz second test mumbai) મેચમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગ (first inning of team india)માં 325 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં (new zealand first inning against india) માત્ર 62 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 332 રનની લીડ મેળવી લીધી છે. Click here
3 Omicron First Case in Jamnagar: ગુજરાતમાં થશે હવે જીનોમ સિક્વન્સીંગ, મનોજ અગ્રવાલ
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેથી વાયા દુબઈ થઈને ગુજરાત આવેલ જામનગર (Omicron First Case in Jamnagar)ના જે વ્યક્તિ છે, તેના માટે પુણેની લેબ ખાતે સેમ્પલ 30 તારીખે મોકલવામાં આવ્યા હતા, જેની આજે સત્તાવાર રીતે માહિતી સામે આવી છે, પરંતુ હવે આવનારા સમયમાં ગુજરાતમાં જ તમામ વ્યક્તિઓના જીનોમ સિક્વન્સીંગ (genome sequencing in gujarat) થાય તે રીતનો રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરના રોજ મોકલેલ આ રિપોર્ટ 4 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું છે, આમ 5 દિવસ જેટલું મોડું પરિણામ આવ્યું છે, જેથી જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવાની ફરજ પડી છે. Click here
Omicron Variant in India: નવા કોવિડ વેરિયન્ટને લઇને પૂછાતા પ્રશ્નોના સરકારે આપ્યા જવાબ
સરકારે શુક્રવારે COVID-19ના નવા પ્રકાર - Omicron (Omicron Variant in India) પર વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)ના જવાબો (omicron variant questions and answers) જારી કર્યા છે. તમે આના દ્વારા જાણી શકો છો કે રસી (corona vaccine in india) કામ કરશે કે કેમ, સાવચેતીનાં પગલાં અંગેની માર્ગદર્શિકા (guide to precautionary measures for omicron variant) અને નવા પ્રકાર વિશે શું ચિંતા થવી જોઇએ. Click here