- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ
આજે ભારતીય બંધારણનો જન્મદિવસ (Constitution Day of India ) છે. 26 નવેમ્બર 1949ના દિવસે ભારત આઝાદ થયા બાદ સ્વતંત્ર ભારતના બંધારણને લઈને એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીની અધ્યક્ષતા કાયદાશાસ્ત્રના વિદ્વાન ડૉ.આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ને સોપવામાં આવી હતી. તેમની સાથે અનેક વિદ્વાનોનો બંધારણીય કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા અને આ કમિટી દ્વારા લિખિત રૂપમાં ભારતનું સ્વતંત્ર બંધારણ, બંધારણીય સભાને સુપરત કરવામાં આવ્યું હતું. જેનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના દિવસે કરીને ભારત સ્વતંત્ર બંધારણ ધરાવતું વિશ્વનું એક રાષ્ટ્ર બની ગયું.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક\
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Summit 2022) યોજાશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નવી દિલ્હીના પ્રવાસે (New Delhi Visit) છે. તેમણે આ સમિટના પ્રથમ રોડ શૉમાં (First Road Show) ભાગ લીધો હતો. આ સાથે જ તેમણે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટૂ વન બેઠક (One-to-one meeting with leading industry executives) કરી દિવસનો પ્રારંભ કર્યો હતો. Click here