- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 ગુજરાત હાઇકોર્ટમાં જાહેર પર્યાવરણ અને જાનવરો માટે હિતની અરજી ઉપર સુનાવણી
પર્યાવરણ અને જાનવરોને માનવીવ પ્રવૃત્તિઓથી થતા નુકશાનને રોકવા SC એ કેટલાક નિર્દેશ કર્યા છે. છતાં તેમનું પાલન થતું નથી. આ માટે ગુજરાત હાઇકોર્ટમાં આવતીકાલે જાહેર હિતની અરજી ઉપર સુનાવણી છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા
જામનગરમાં રોઝી બંદર ( rosy port jamnagar ) પાસે Gujarat ATS અને સ્થાનિક પોલીસનું (Jamnagar Police ) ઓપરેશન હાથ ધરવામાં ( Drugs seized in Jamnagar ) આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલાર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (drugs smuggling ) હેરાફેરી થતી હોવાની એટીએસને માહિતી મળી હતી. જે અનુસંધાને સલાયામાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. સલાયા ડ્રગ્સ કેસમાં ( salaya drug trafficking case ) ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતાં અને રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અનેક ખુલાસા કર્યા છે. Click here
2 Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી
રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનાના 3 જા સપ્તાહમાં 10,117 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election of Gram Panchayats) યોજાશે. આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વની જાહેરાત (Election announcement) કરવામાં આવી છે. જેમાં 19 ડિસેમ્બરે મતદાન અને 21 ડિસેમ્બરે મતગણતરી જાહેર કરવામાં આવી છે. જોકે, આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે સમગ્ર આયોજન કર્યું છે. Click here
3 ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ (death from corona in gujarat)ના કેસમાં વળતરની રકમ આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટ (supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તપાસ સમિતિ (probe committee)ની રચના કરવા માટે ગુજરાત સરકાર (gujarat government)ની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાંબો સમય લાગશે. કેટલાક નકલી દાવા આવ્યા છે, તેના કારણે બધા રાહ કેમ જુએ? આ કોના મગજની ઉપજ છે તેવો સવાલ પણ કર્યો હતો. Click here
'આસિયાન સંમેલન'માં જિનપિંગે કહ્યું- ચીન નથી ઇચ્છતુ દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ
આસિયાન (ASEAN)ના 10 સભ્યો સાથે એક ઑનલાઇન સંમેલન (online convention) દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (xi jinping)એ કહ્યું કે, ચીન પ્રભુત્વવાદ અને સત્તાની રાજનીતિ (the politics of hegemony and power)નો દ્રઢતાથી વિરોધ કરે છે. પોતાના પાડોશીઓ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ (friendly relationship) બનાવી રાખવા ઇચ્છે છે અને સંયુક્ત રીતે આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ (lasting peace) બનાવી રાખવા ઇચ્છે છે. Click here