- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 વડાપ્રધાન મોદી આજે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સોમવારે ઉત્તર પ્રદેશની એક દિવસીય મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ નવ મેડિકલ કોલેજોના ઉદ્ઘાટનની સાથે સાથે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની (Pradhan Mantri Atmanirbhar Swasth Bharat Yojana) શરૂઆત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી મળેલી માહિતી અનુસાર, મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે 5200 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહેશે. Click Hear
2 આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે આજે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય ઉતારુઓ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા આજે સોમવારથી અમલી બનશે, જે અન્વયે તમામ આંતરરાષ્ટ્રીય ઉતારુઓએ ભારતના વિમાનમથકે ઉતારતા કોવિડ-૧૯ માટેના નકારાત્મક 'RT-PCR' ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે.
3 Modi completes 20 years in power: શિક્ષણવિભાગના કર્મચારીઓ આજે Khadi ની ખરીદી કરીને ઉજવણી કરશે
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 20 વર્ષથી સત્તાના સિંહાસન પર છે. પહેલાં તેઓ 14 વર્ષ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સત્તામાં રહ્યાં અને હવે છેલ્લા છ વર્ષથી વડાપ્રધાન તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 20 વર્ષ થતા શિક્ષણ વિભાગ દ્વારા આજે 25 ઓક્ટોબરે તમામ કર્મચારીઓને ખાદી ખરીદીને ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખાદી પર ફેશન ખાદી ફોર્મેશનનું સૂત્ર આપ્યું હતું. ખાદી સાથે સંકળાયેલા નાના-નાના કારીગરોને વધુ રોજગારી મળે તે બાબતે પણ ખાદી ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. Click Hear
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 જમ્મૂ-કશ્મીર: આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત