- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. પીએમ મોદી આજે 'ગ્લોબલ સિટિઝન લાઇવ' પર વીડિયો એડ્રેસ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગ્લોબલ સિટિઝન લાઇવ ઇવેન્ટમાં વિડીયો એડ્રેસ આપશે. ગ્લોબલ સિટિઝન એક વૈશ્વિક હિમાયત સંસ્થા છે, જે અત્યંત ગરીબીને સમાપ્ત કરવા માટે કાર્યરત છે.
2. અમિત શાહ આજે પ્રથમ રાષ્ટ્રીય સહકારી મિટિંગને સંબોધશે
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે પ્રથમ રાષ્ટ્રીય સહકારી મિટિંગને સંબોધશે.
3. IPL 2021: આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે જંગ
આજે IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ જામશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે થઈ દ્વીપક્ષીય વાતચીત
વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાને ગઈકાલે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ગુરુવારે અહીં તેમની બેઠક દરમિયાન, બંને વડાપ્રધાનો સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ સહયોગ વધારવા સંમત થયા હતા. click here
2. રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી અરુણાચલ પ્રદેશના DySPઓને ટ્રેનિંગ
ચીનની સરહદ પર અરુણાચલ પ્રદેશ આવ્યું હોવાથી ત્યાં રાઇફલ, ડ્રગ્સ સહિત ઘૂસણખોરીની શક્યતાઓ વધી છે. ચાઇના પણ ત્યાં સરહદ પાર ગામડાઓ બનાવીને લોકોને તેમની તરફ આકર્ષવા અને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે સ્થાનિક પોલીસને પણ રક્ષાશક્તિ યુનિવર્સિટી ( Rakshasakti University ) દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સરકારના આદેશથી આ પ્રકારના ટ્રેનિંગ કોર્ષ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીએ તેને લઈને અરુણાચલ પ્રદેશ સાથે MOU સાઈન કર્યા છે. જ્યા શિક્ષણના માધ્યમથી ડિફેન્સની ટ્રેનિંગ ( Training by Rakshasakti University) અપાઈ રહી છે. ચાઈનીઝ ભાષા અહીંના તાઇવાનના ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવી હતી.click here
3.કામકાજ સલાહ સમિતિ બેઠક યોજાઇ : કોંગ્રેસે 7 દિવસીય સત્રની માગ કરી, પણ 2 દિવસ જ યોજાશે ચોમાસુ સત્ર
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 27 અને અને 28 સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા સત્રની કામગીરીને લઇને ગઈકાલે વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જીતુ વાઘાણી અને વિપક્ષમાંથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી શૈલેષ પરમાર હાજર રહ્યાં હતાં. click here
QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે
પીએમ મોદીએ 24 સપ્ટેમ્બરના અમેરિકાના પ્રવાસ દરમિયાન જ્યારે QUADની બેઠકમાં હાજરી આપી હશે ત્યારે ચીનના હૃદયના ધબકારા પણ વધી ગયા હશે. આખરે શું છે આ QUAD? આ બેઠકમાં કોણ કોણ સામેલ થશે અને આણે ચીનની ચિંતા કેમ વધારી દીધી છે? QUAD વિશે સંપૂર્ણ જાણવા માટે વાંચો ઈટીવી ભારતનું એક્સપ્લેનર. click here
એમેઝોન પ્રાઇમે કરી વીડિયો ચેનલ લોન્ચ
એમેઝોને પ્રાઇમ વીડિયો ચેનલોની જાહેરાત કરી છે. આ અંતર્ગત એમેઝોન ભારતમાં ડિસ્કવરી, લાયન્સગેટ પ્લે અને ઇરોઝ નાઉ જેવા પ્લેટફોર્મને એકસાથે લાવશે. આ સેવા ભારત પહેલા ઘણા દેશોમાં શરૂ કરવામાં આવી હતી અને સફળ પણ રહી છે. click here
સાધારણ ચાલવા કરતાં ઝડપથી ચાલવું ફાયદાકારક છે
ચાલવાને એ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઇ રીતે ચાલવું વધુ ફાયદાકારક છે? નિષ્ણાતો માને છે અને ઘણા સંશોધનોના પરિણામોએ પણ સાબિત કર્યું છે કે ઝડપી ચાલવું સામાન્ય ચાલવા કરતા વધુ ફાયદાકારક છે. તો શું છે ઝડપી ચાલવાના ફાયદા, આવો જાણીએ. click here