- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. કેબિનેટ બેઠક : પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી, અંબાજી મેળો અને વેકસીનેશન કામગીરી બાબતે થશે ચર્ચા
આજે ગાંધીનગર ખાતે મખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ, કોરોનાની લહેર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
2. આજે બાલાસિનોર APMC ચૂંટણી, 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં
બાલાસિનોર માર્કેટયાર્ડની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે બાલાસિનોર APMCની 16 બેઠકોની ચૂંટણી માટે 37 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે અને ચૂંટણી જીતવા દરેક ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. રાજ્ય સરકારે એમેઝોન સાથે એમ.ઓ.યુ કર્યા, ગુજરાતી કંપનીઓ 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે
રાજ્ય સરકારે રાજ્યના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે અને દેશ-વિદેશમાં પણ ગુજરાતની એમ.એસ.એમ.ઈ કંપનીઓના પ્રોડક્ટને સર્વિસ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં ગઈકાલે વિશ્વની પ્રસિદ્ધ ઈ- કોમર્સ કંપની એમેઝોન સાથે એમઓયુ કર્યા હતા. હવે ગુજરાતી કંપનીઓ 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે.click here
2. ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU, હવે ખેતીને લગતા કોર્સ પણ ભણાવાશે યુનિવર્સિટીમાં
ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા-નવા કોર્સ ભણાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ વર્ષે 90 જેટલા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ગઈકાલે યુનિવર્સિટી અને નીતિ આયોગ વચ્ચે MOU થયો હતો. જેથી હવે ગુજરાત યુનિવર્સિટીમાં કૃષિને લગતા કોર્સ શરૂ થશે, જેમાં વિદ્યાર્થીઓ MBA અને ડિપ્લોમાં કરી શકશે.click here
3. મંદિરની સંપત્તિ પર માલિકીનો હક ભગવાનનો, પૂજારીનો નહીં, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે ગઈકાલે મધ્ય પ્રદેશના એક મંદિર કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પૂજારી અને મેનેજમેન્ટ સમિતિ ફક્ત સેવક છે, માલિક નહીં. કોર્ટે કહ્યું, કોઈપણ મંદિરના નામે રહેલી સંપત્તિનો માલિકીનો હક મંદિરમાં રહેલા અધિષ્ઠાતા દેવનો જ હોય છે, પૂજારીનો નહીં.click here
4. શિક્ષક પર્વ સંમેલનમાં PM Modiનું સંબોધન, નવું ભારત નવા સંકલ્પ લઈ રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શિક્ષણ પર્વ સંમેલનમાં સંબોધન કર્યું હતું. શિક્ષણ પર્વ સંમેલનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આજે શિક્ષણ વર્ગ પર અનેક પરિયોજનાઓનો શુભારંભ થયો છે. સમાજમાં શિક્ષકોનું અતુલ્ય યોગદાન છે. તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા શિક્ષકોને ઘણી શુભેચ્છા આપી હતી. click here
જેલમાંથી મુક્ત થયો "બર્માનો બિન લાદેન", જે એક બૌદ્ધ સાધુ છે
શું કોઇ બૌદ્ધ સાધુની તુલના આતંકી ઓસામા બિન લાદેનથી થઇ શકે છે? એવા જ એક બૌદ્ધ સાધુ છે મ્યાનમારના અશિન વિરાથુ, જેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આખરે કોણ છે આ બૌદ્ધ સાધુ, એમના વિશે બધુ જાણો ઇટીવી ભારત એક્સપ્લેનરમાં (etv bharat explainer). click here
રૂબરૂ: કોરોના મહામારી, કર્મચારીઓને ભથ્થું, સામાજિક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર થશે: સી.જે. ચાવડા
કોરોનાની બીજી લહેર દરમિયાન જાહેર થયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મતદાનના દસ દિવસ પહેલાં જ મોકૂફ રાખવાની જાહેરાત જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે 6 સપ્ટેમ્બરના રોજ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર કોર્પોરેશન સહિત અન્ય નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર કરી છે. વધુ જાણો... click here
બાજરી જેવા આખા અનાજ કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકે છે
બાજરી, જવ, જુવાર, રાગી વગેરે જેવા આખા અનાજ તમારા કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ અને BMI ના સ્તરને ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ હકીકતની પુષ્ટિ એક સંશોધનમાં કરવામાં આવી હતી જેમાં 19 અભ્યાસોના પરિણામો અને 900 લોકોના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુ જાણવા માટે...click here