આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- આજથી દેશમાં જવાહર નવોદય વિદ્યાલયો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે
જવાહર નવોદય વિદ્યાલય (JNVs) સંપૂર્ણપણે આવાસીય, સહ-શૈક્ષણિક શાળાઓ CBSE સાથે જોડાયેલી છે. શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ આ શાળાઓનું સંચાલન કરે છે. નવોદય વિદ્યાલય સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચના મુજબ 9થી 12ના વર્ગ માટે તબક્કાવાર 50 ટકા ક્ષમતા સાથે ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.
- સુપ્રીમ કોર્ટના 9 જજો આજે શપથ ગ્રહણ કરશે
2027માં ભારતને પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક માટેના વોરંટ પર હસ્તાક્ષર કર્યા હતા, ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ 34 જગ્યાઓ છે. 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કુલ 9 જજોની નિમણૂકની ભલામણ કરી હતી. આ બાદ, ટોચની કોર્ટમાં માત્ર એક જ પોસ્ટ ખાલી રહેશે. સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, 31 ઓગસ્ટના રોજ નવા જજોને શપથ આપવામાં આવશે.
- આજે અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પરત જશે
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ સર્જાય છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે, ત્યારે અમેરિકી સેનાને લઈને અફઘાનિસ્તાન અસરફ ગનીનીન સરકાર સાથે કરાર કર્યા હતા, તેને અમેરિકા આજે પૂર્ણ કરવા જઈ રહી છે. આજે અફઘાનિસ્તાનીઓમાં સ્થિત અમેરિકી સૈનિકો અમેરિકા પરત ફરશે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
- હાઇકોર્ટના જજનો સુપ્રિમમાં નિમણૂંક થતા ગુજરાત રાજભવનમાં વિદાય સમારોહ યોજાયો
રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના 2 મુખ્ય ન્યાયમૂર્તિ એવા જસ્ટિસ વિક્રમનાથ અને બીનાબેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરી છે ત્યારે શનિવારે ગાંધીનગર રાજભવન ખાતે બેલાબેન ત્રિવેદી અને વિક્રમ નાથનું વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિદાય સમારોહમાં હાજર રહ્યાં હતાં. click here
- ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને 2 ગોલ્ડ સાથે કુલ 7 મેડલ મળ્યા
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચતાં ભારતની અવની લેખરાએ (Avani lekhara ) 10 મિટર એર રાઇફલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના જેવેલિન થ્રોઅર સુમિત અંતિલે આ સ્પર્ધામાં ભારતનો બીજો મેડલ જીત્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, ભારતને સોમવાર સુધીમાં કુલ 7 મેડલ મળ્યા છે.click here
- દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો,