આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા 29 ઑગસ્ટને રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, તેઓ કોરોનાની વેક્સિન COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકની મુલાકાત લેશે. અને કોવેક્સિનના પ્રથમ બેચને રિલીઝ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે રવિવારે દેશમાં એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, જે વિક્રમ સર્જાયો છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવમાં આ એક ઐતિહાસિક કિર્તીમાન સ્થપાયો છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનુસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વરની મુલાકાતને અત્યંત મહત્વની છે. મનસુખ માંડવિયા રવિવારે અંકલેશ્વરના આ જ પ્લાન્ટમાં બનેલી સૌપ્રથમ બેચને રિલીઝ કરશે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ બધાને વેક્સિન, મફત વેક્સિનને વધુ સફળતા મળશે. તેમજ હવે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી. click here
2. ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભાવિના પટેલ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આજે તેમની મેચ છે. click here
3. આજે શીતળા સાતમની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવશે. માતાએ સાવરણી અને સૂપડું જેવાં સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા મુજબ, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી. શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર મનાવીને શીતળા માતા તેમના પરિવારને શિતળા નામના રોગ સામે રક્ષણ કરે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા છે. click here
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. ગૃહપ્રધાન અમિત શાહે આપ્યા સુચનો, અધિકારીઓ સાથે કરી બેઠક
દેશના ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે જ તેઓએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દિશા મોનિટરીંગ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી, આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે રસીકરણ, ખેડૂતોની સહાય સહિતના અનેક મુદ્દે ચર્ચા કરી હતી. click here
2. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી, ચોટીલામાં મ્યુઝિયમ બનાવવાની સરકારે કરી જાહેરાત