ગુજરાત

gujarat

TOP NEWS: ટોક્યો પેરાલિમ્પિક 2020 ભારતના ખેલાડીઓ મેદાને ઉતરશે, અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે, આ સહિતના તમામ મહત્વના સમાચારો માટે વાંચો...

By

Published : Aug 28, 2021, 6:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં…

TOP NEWS
TOP NEWS

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે

1. ટોક્યો પેરાલિમ્પિક 2020: ભારત એથ્લેટિક્સ, સ્વિમીંગ, જેવેલિન થ્રો સહિતની રમતોમાં ભાગ લેશે

ટોક્યો પેરાલિમ્પિક 2020 ના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, સ્વિમીંગ, જેવેલિન થ્રો, આર્ચરી, ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે અને દેશનું પ્રતિનિધિત્વ કરશે.

2.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે

અમિત શાહ આજે ફરી ગુજરાતના પ્રવાસે આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રવાસ દરમ્યાન તેઓ 3 દિવસ માટે ગુજરાતમાં રોકાશે અને પોતાના મત વિસ્તારમાં થયેલા વિકાસના કાર્યોની સમિક્ષા કરશે.

3. પહાડના બાળક મેઘાણીની 125 મી જન્મજયંતિ

આજે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ છે. ચોટીલામાં જન્મેલા રાષ્ટ્રીય શાયર મેઘાણી એક જાણીતા સાહિત્યકાર હતા. તેમણે લોકગીતોને લોકોના ઘરે ઘરે પહોચાડ્યા હતા.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે

1. ટોક્યો પેરાલિમ્પિક 2020: ગુજરાતની દિકરીનો ડંકો, ભાવિના ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચી

ભાવિના પટેલ ગઈકાલે પેરાલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની હતી. તેણે ટોક્યો ગેમ્સમાં વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરીસ્લાવા પેરીચ રાન્કોવીને 11-5, 11-6, 11-7થી હરાવી હતી.click here

2. RBI ના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે જાહેરાત કરી

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ડિજિટલ કરન્સી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન આ ડિજિટલ કરન્સીના લોન્ચિંગ અંગે ગઈકાલે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડિજિટલ કરન્સી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. click here

3. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઓબીસી ક્વોટા પર સર્વપક્ષીય બેઠક બોલાવી

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે મુંબઈમાં ઓબીસી અનામતના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક શુક્રવારે સવારે 11 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં બોલાવવામાં આવી હતી. ઓબીસી નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં.click here

  • EXCLUSIVE:

રાજ્યમાં ગુડ ગવર્નન્સને આગળ ધપાવવામાં આવશે - પંકજ કુમાર

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને તેમની કોરોનાકાળ દરમિયાનની કામગીરીને ધ્યાને રાખીને સતત 2 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જોકે, 31 ઓગસ્ટે તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમના સ્થાને ગૃહ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. તેઓ 1 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે. તો આ પ્રસંગે ETV Bharat દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જે જાણવા માટે વાંચો આ અહેવાલ... click here

  • explainers:

શા માટે દારુબંધી પર ઉઠી રહ્યા છે સવાલ?

શું દારુ પીવું એ આપનો અધિકાર છે? પ્રથમ વખતમાં આ પ્રશ્ન ભલે અટપટો લાગે, પરંતુ જે રાજ્યોમાં દારુબંધી છે, એ રાજ્યોમાં રહેનારા લોકોને આ વાત જાણીને નવાઈ લાગશે કે, દેશમાં એક હાઈકોર્ટ દારુબંદીના વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજી પર સુનવણી કરવા તૈયાર થઈ છે અને એ હાઈકોર્ટ અન્ય કોઈ રાજ્યની નહીં, પરંતુ ગુજરાતની છે, દારુ પીવાના અધિકારને લઈને તમામ સવાલના જવાબ માટે વાંચો... click here

  • sukhibhav:

જીવન અને વિચારોમાં સકારાત્મકતા અને સંતોષ લાવી શકે છે હૉબી

તમારા શોખ અથવા આદતો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. નિષ્ણાતો માને છે કે સારો કે ખરાબ શોખ એટલે કે હૉબી તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અને નકારાત્મક બંને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે સારા શોખ તમારા મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. આદતો વિશે વધુ જાણવા... click here

ABOUT THE AUTHOR

...view details