- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
PM મોદીના આગમન પહેલાં અંબાજી મંદિરમાં રોશનીનો ઝગમગાટ , જૂઓ વિડીયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે આદ્યશક્તિ મા અંબાજીના દર્શનાર્થે ( PM Modi Darshan At Ambaji Temple ) જશે ત્યારે તેમના સ્વાગત માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અંબાજી શહેર અને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ( Lighting in Ambaji Temple ) ઉઠ્યું છે. અંબાજીના પ્રવેશદ્વાર, રસ્તાઓ તથા સર્કલને રોશની ( Illumination at Ambaji Temple ahead of PM Modi arrival )થી સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાન તેમની આ મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણો અને ખાતમુહૂર્તો કરવાના છે. તેમજ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરીને ગબ્બરગઢ જશે, ત્યાં તેઓ અંબાજીની મહાઆરતી (Ambaji Maha Arti ) માં જોડાશે. Click here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો, ખેલાડીઓને આપ્યો જીતનો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતીમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નો પ્રારંભ કરાવ્યો ( PM Narendra Modi inaugurates 36th National Games in Ahmedabad ) છે. આ પ્રસંગે સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ ( 36th National Games in Ahmedabad ) યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા આજે એક જન આંદોલન બની ગયું છે. નેશનલ ગેમ્સમાં પીએમ મોદીના સંબોધનની વિશેષ વાતો ( PM Modi address at National Games ceremony ) વાંચો આ અહેવાલમાં Click here
અમદાવાદ અને મધ્યપ્રદેશમાં ગરબા દરમિયાન મુસ્લિમોને નો એન્ટ્રી, બજરંગદળના કાર્યકરોએ શરૂ કર્યું મિશન
ગરબા પંડાલ હવે લવ જેહાદના રાજકારણનો રાજકીય અખાડો બની ગયો છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મુસ્લિમ યુવાનોને ગરબા પંડાલમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પછી પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ અને ઈન્દોરના ગરબા પંડાલમાંથી ઘણા મુસ્લિમ યુવકો ઝડપાયા છે. બજરંગ દળ આ દાવો કરી રહ્યું છે. લવ જેહાદને રોકવાના નામે પહેલાથી જ રાજકારણીઓ તેના પર રાજકીય રોટલા શેકતા હતા, હવે તેમાં વધુ વધારો થયો છે. Click here
5 વર્ષના જુનિયર મોદીને યાદ છે PM મોદીના A ટુ Z પ્રોજેક્ટ, જૂઓ વીડિયો
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visit In Surat) આજે સુરતની મુલાકાતે છે ત્યારે જનસભામાં લાખોની સંખ્યામાં જનમેદની તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી હતી. સભામાં વડાપ્રધાન મોદીના એક નાનો ચાહક 5 વર્ષનો ઋષિ પુરોહિત (5 Year Old Junior Modi) પણ સામેલ હતો. ઋષિએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું કારણ કે, તે નાનો મોદી બનીને આવ્યો હતો. ઋષિ રાજસ્થાનના સિરોહીના જાવલ ગામનો છે. હાલ સુરતના પર્વત ગામમાં રહે છે. ઋષિ મોદીજીનો જબરો ફેન છે અને તેમને મોદીજીની તમામ યોજના યાદ છે. ટીવી પર સ્વતંત્રતા પર્વના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળીને તે ત્યારથી જ વડાપ્રધાન મોદીનો ફેન બની ગયો હતો. તેને વડાપ્રધાનના અનેક ભાષણો પણ યાદ છે. ઋષિના પિતા ઈલેક્ટ્રીકની દુકાન ધરાવે છે. Click here