આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
આજે કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી અગિયારસનો ધાર્મિક પર્વ
આજે સનાતન હિંદુ ધર્મનો ખૂબ મહત્વનો તહેવાર એટલે કે કારતક સુદ એકાદશી (Ekadashi 2021)નો તહેવાર છે. આથી વિશેષ દેવલોકમાં દેવ દિવાળી (dev diwali 20210 ) ઉજવવાના સંબંધને લઇને કારતક સુદ અગિયારસને દેવઉઠી એકાદશી તરીકે ઉજવાય છે, સાથે જ ભગવાન શ્રી હરી વિષ્ણુ અને તુલસીના વિવાહ (tulsi vivah 2021) સાથે પણ કારતક સુદ અગિયારસના દિવસને ઉજવવામાં આવે છે. શ્રી હરી વિષ્ણુ અગિયારસના દિવસે નિંદ્રાનો ત્યાગ કરીને જાગે છે, ત્યારબાદ તેમના વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે અને હિંદુ ધાર્મિક પરંપરા મુજબ દેવઉઠી અગિયારસ બાદ સંસારના લોકો સાંસારિક કાર્યની શરૂઆત કરતા હોય છે, જેને લઇને પણ દેવઉઠી અગિયારસનું વિશેષ મહત્વ જોવા મળે છે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા
રાજકોટ મહાનગરપાલિકાએ શરૂ કરેલી નોનવેજ લારી હટાવો ઝુંબેશમાં વડોદરા, જુનાગઢ અને ગાંધીનગર જેવા મહાનગરો પણ જોડાયા છે. જામનગર શહેરમાં પણ આ અંગે માંગણીઓ ઊઠવા લાગી છે.