- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. રૂપાણી સરકાના 5 વર્ષોની ઉજવણી અંતર્ગત "વિકાસ દિવસ"ની ઉજવણી
મુખ્યપ્રઘાન વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે વિજય રૂપાણી ગુજરાતમાં પ્રવાસ કરી વિવિધ દિવસોની ઉજવણી કરી રહ્યા છે. આજે 7 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી સાબરકાંઠામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે વિકાસ દિવસની ઉજવણી કરશે. સાથે જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સી. આર. પાટીલ સાથે હાજરી આપશે. Click Here
2.ગૃહ પ્રઘાન અમિત શાહ કરશે બનાસકાંઠાના એલિવેટેડ બ્રિજનું દિલ્હીથી ઈ-લોકાર્પણ
ડીસાના મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. સરહદી વિસ્તારના વાવ થરાદ સુઈગામ ભાભર કાંકરેજ દિયોદર ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું. શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેક વાર અકસ્માતો થતા હતા. જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.Click Here
3. Tokyo Olympics 2020: કંઈક આવો હશે 7 ઓગસ્ટનો શેડ્યૂલ, શાનદાર અંતની આહ્લાદક તક
ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં 7 ઓગસ્ટના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ ત્રણ અલગ અલગ સ્પોર્ટ્સના 3 જુદા જુદા ઈવેન્ટમાં એક્શનમાં જોવા મળશે. એવામાં સૌથી ખાસ વાત એ છે કે, આ ત્રણેય ઈવેન્ટમાં ભારત પાસે મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિક્સનો શાનદાર અંત કરવાની આહ્લાદક તક છે. વિગત મેળવવા માટે..Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ભલે તેમને મેડલ ન મળ્યું હોય, મહિલા હોકી ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ અને નવી ચરમસીમાઓ નક્કી કરીએ છીએ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. ત્યારે ટોક્યોમાં ચાલી રહેલી ગેમ્સમાં બ્રોન્ઝ પ્લે-ઓફ મેચમાં મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી ગઈ હતી. Click Here
2. રાહુલ ગાંધીએ કહ્યું, ચર્ચા નહીં કાળો કાયદો રદ્દ કરે સરકાર
કૃષિ દાયદોના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓનું એક દળ શુક્રવારે જંતર મંતર પહોંચ્યું છે. વિપક્ષના નેતાઓના આ દળમાં લગભગ તમામ વિપક્ષના નેતાઆ જોડાયા હતાં. બપોરે 12:30 વાગ્યા આસપાસ સંસદથી એક પ્રતિનીધિ મંડળશ બસ મારફતે જંતર મંતર પહોંચ્યા હતાં. જંતર મંતર પર કિસાન સંસદ ચાલી રહી છે. આ ખેડૂતો નવા ખેડૂત કાયદા સામે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી જંતર-મંતર પર સંસદ લગાવે અને સરકાર સામે આ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યાં છે. સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિપક્ષ ખેડૂતોના સમર્થનમાં જંતર - મંતર પહોંચ્યું છે. અહીંયા વિપક્ષ સમગ્ર દેશના ખેડૂતોને પોતાનું સંપૂર્ણ સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ત્રણેય કાયદાઓને રદ્દ કરવા જ પડશે. આ મુદ્દે ચર્ચા કરવા માત્રથી કામ નહીં ચાલે. Click Here