આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
- આપના 500 કાર્યકર્તાઓ જોડાશે કોંગ્રેસમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કાર્યકર્તા જવાની હોળ લાગી છે. ત્યારે આજે કોંગ્રેસમાં આપના 500થી વધુ આગેવાનો જોડાશે. આ તકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ઉપસ્થિત રહેશે અને કોંગ્રેસનો ખેસ પહેરાવીને તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરશે.
ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
- કૃષ્ણ અને શુભદ્રા અંગેના વિવાદિત નિવેદન મામલે પાટીલે માગી માંફી
પોરબંદરનામાધવપુર મેળામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાષણ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાને તેઓના પત્ની ગણાવ્યા હતા. તેઓના આ નિવેદન બાદ સોશયલ મિડિયા અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ(Madhavpur ghed of Porbandar) નોંધાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સી.આર.પાટીલે વિડિયો જાહેર કરી નિવેદન બદલ માંફી માંગીછે. સી.આર. પાટીલે જણાવ્યું હતું(CR Patil apologizes) કે થોડા દિવસ પહેલા માધવપુરના મેળામાં એક કાર્યક્રમ દરમિયાન શરત ચૂકથી નામ લેવામાં ભૂલ થઇ હતી. જે મેં ચાલુ ભાષણ દરમિયાન જ મારી ભૂલ પણ સુધારી હતી. પરંતુ કેટલાક યુવાનો દ્વારા મને ફોન પર માંફી માંગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. મેં તેઓની ફોન પર પણ માંફી માંગી હતી. Click Here...
- મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિ (Hanuman Jayanti 2022) પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં બનેલી હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું (PM Modi unveils 108 ft Lord Hanuman statue in Morbi) હતું. હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ (Hanumanji Char Dham Project) હેઠળ દેશભરમાં ચાર દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી ચાર મૂર્તિઓમાંથી આ બીજી છે. તો મોરબીમાં આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય, ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. Click Here...
- કોર્ટે યુવરાજસિંહ જાડેજાના જામીન કર્યા મંજૂર, ગાંધીનગરમાં એન્ટ્રી પર પ્રતિબંધ
વિદ્યાસહાયકના આંદોલન (vidhya sahayak protest 2022)માં હાજર રહેવા દરમિયાન પોલીસ પર હુમલો (Attack On Police In Gandhinagar) કરવાના ગુનામાં જેલમાં બંધ યુવાનેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર (Yuvrajsinh Jadeja Bail) કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજા અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છે. આ પહેલા ગાંધીનગર કોર્ટ (Gandhinagar District Court)માં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી.Click Here...
- ગરમીથી ત્રસ્ત રીંછને પાણી મળતા જ કરી ધમાલ, જૂઓ વીડિયો
છત્તીસગઢમાં આ વખતે પણ ગરમીએ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ દરમિયાન સામાન્ય જનતા જ નહીં પશુઓ પણ ગરમીથી પરેશાન છે. કાંકેર જિલ્લાને અડીને આવેલા ઓક્સિવનમાં માદા રીંછ તેમના બે નાના રીંછ સાથે પાણીની ટાંકીમાં રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રીંછ બાળકો સાથે સ્નાન કરી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં નહાતા રીંછનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સુખીભવ
- ઉનાળાની ઋતુમાં વધુ ઠંડુ પાણી પીવાથી વધી શકે છે સમસ્યાઓ, જાણો શું કહે વિજ્ઞાન
આ સમયે મોટાભાગના સ્થળોએ ઉનાળાની ઋતુએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. જો કે, આ ઋતુમાં ડોકટરો અને નિષ્ણાતો વધુ માત્રામાં પાણી અને પ્રવાહી પીણાં પીવાની સલાહ આપે છે, જેથી શરીરમાં પાણી ઓછું ન થાય, પરંતુ જો પાણી અને પીણાનું તાપમાન ખૂબ ઠંડુ હોય તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે (chilled water bad for health) છે. આ સિઝનમાં મોટી સંખ્યામાં લોકો ગરમીથી બચવા માટે વધુ બરફ અથવા ઠંડુ પાણી અને અન્ય પીણાં લેવાનું શરૂ (cold water bad for health) કરે છે. જેના કારણે ગરમીમાં થોડી ક્ષણો માટે રાહત મળે છે, પરંતુ શરીર પર તેની હાનિકારક અસર પડે છે. આયુર્વેદ હોય કે ઔષધની કોઈ શાખા દરેકમાં કહેવામાં આવે છે કે, ફ્રિજના ઠંડા પાણીથી અંતર રાખો. ETV ભારત સુખીભવે ઠંડા પાણીના સેવનથી શરીરને થતા નુકસાન વિશે જાણવા માટે વિવિધ તબીબી શાખાના નિષ્ણાતો પાસેથી માહિતી લીધી હતી. Click Here...