- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. ભાવનગરમાં દેશનું પ્રથમ બનવા જઈ રહેલા વ્હીકલ સ્ક્રેપ યાર્ડનો આજે વડાપ્રધાન મોદી કરશે MOU
દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે સરકાર MOU કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી આવતી કાલે શુક્રવારે ભાવનગર ખાતે બનનાર સ્ક્રેપ યાર્ડ અંગે વર્ચ્યુલ રીતે MOU કરશે. જો કે હાલમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એક પ્રકારની ખાસ GIDC ઉભી કરવાની તરફ સરકાર વિચારણા કરી રહી છે, જો કે સ્ક્રેપ યાર્ડથી પ્રકૃતિને ફાયદો અને માનવજાતિને નુકશાન બન્ને છે. વધુ જાણવા માટે Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. પોરબંદરની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમની પડતા મોટી દુર્ઘટના સર્જાઈ, 7 લોકોના મોતની આશંકા
પોરબંદરના રાણાવાવમાં આવેલી હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ગુરૂવારે મોટી દુર્ઘટના સામે આવી હતી. ફેકટરીમાં સટ ડાઉન સમયે ચીમની તૂટી પડતા 10થી 15 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 7 જેટલા લોકોના મોત થયાની વિગતો મળી રહી છે, આ આંકડો વધી શકે તેમ છે. જોકે કંપની તરફથી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વધુ જાણવા માટે Click Here
2. રક્ષાબંધન પહેલા બહેનોને મોદીની ભેટ: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 1,625 કરોડની રકમ જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1 હજાર 625 કરોડની રકમ જાહેર કરી છે. વડાપ્રધાન મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલી મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી હતી તેમજ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. વધુ જાણવા માટે Click Here
3. ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન