ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indian Batsman Test Six Record: ટેસ્ટમાં સૌથી વધુ સિકસ ફટકારનારા ભારતીય સાવજો - સૌથી વધુ છગ્ગા સાથે ટોચના પાંચ ભારતીય બેટ્સમેન

ભારતીય બેટ્સમેનોએ ટેસ્ટ મેચોમાં પોતાના શાનદાર પ્રદર્શનથી કેટલાક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ચાલો વાત કરીએ એવા 5 ભારતીય ખેલાડીઓ વિશે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે.

Indian Batsman Test Six Record: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ધરાવતા ટોચના પાંચ ભારતીય બેટ્સમેન
Indian Batsman Test Six Record: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ ધરાવતા ટોચના પાંચ ભારતીય બેટ્સમેન

By

Published : Feb 21, 2023, 3:37 PM IST

નવી દિલ્હીઃ ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાં સિક્સર મારવી એટલી સરળ નથી. પરંતુ ક્રિકેટના ચાહકોને સિક્સર મારે એટલે મજા પડી જાય છે. પરંતુ ક્રિકેટ રમતી વખતે બહુ ઓછા ખેલાડીઓ સિક્સર મારે છે. તેનું કારણે એ છે કે જો સિક્સર મારે તો બોલ પકડાઇ શકે અને ખેલાડી આઉટ થઇ શકે. જેના કારણે મોટા ભાગના ખેલાડીઓ સિક્સર મારતા નથી. તો બીજી બાજુ દરેક ખેલાડીઓ પોતાના અલગ અંદાજમાં રમતા જોવા મળે છે.અમૂક ખેલાડીઓ તો સિક્સર પણ મારે છે અને શાંતિથી પણ રમત રમે છે.

ક્રિકેટનો ક્રેઝ: ભારતના મોટા ભાગના લોકમાં ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. જ્યારે કોઈ લોકપ્રિય ખેલાડી મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે. ત્યારે ક્રિકેટ રસીકોમાં ઉલ્લાસ જોવા મળે છે. ધણી વખત તો લોકો ક્રિકેટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને પણ મેચ જોવા આવતા હોય છે. ત્યારે અમે આજે એવા ભારતીય બેટ્સમેન વિશે માહિતી આપી રહ્યા છીએ. જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાની કરામત કરી છે. જાણીએ આ યાદીમાં કયા ટોપ 5 ભારતીય બેટ્સમેન સામેલ છે.

આ પણ વાંચો Ind-vs-Aus: ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની બોલિંગ ચમકી, ઓસ્ટ્રેલિયા સામે દેખાડ્યો જાદુ

1. કપિલ દેવ: ભારતીય ટીમના દિગ્ગજ અને ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ તારીખ 25 જૂન 1983ના રોજ પ્રથમ વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. આ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તેમણે 1978 થી 1994 સુધી ક્રિકેટ રમ્યા હતા. તેમણે કારકિર્દીમાં તેણે 131 ટેસ્ટ મેચોની 184 ઇનિંગ્સમાં 61 છગ્ગા અને 557 ચોગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટમાં તેમણે 31.05ની એવરેજથી 5248 રન બનાવ્યા છે. કપિલ દેવે ટેસ્ટમાં 8 સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 163 રન છે.

આ પણ વાંચો Kotambi International Cricket Stadium: વડોદરાનું વર્લ્ડ ક્લાસ કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જૂન સુધીમાં તૈયાર થઈ જશે

2. સચિન તેંડુલકર:ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર કહેવાતા સચિન તેંડુલકરે 1989 થી 2013 સુધી ક્રિકેટ રમી છે. તેમની કારકિર્દીમાં તેણે 200 ટેસ્ટ મેચોની 329 ઇનિંગ્સમાં 69 છગ્ગા અને 2058થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 15921 રન બનાવવાનો રેકોર્ડ પણ સચિનના તેંડુલકરના શિરે છે. આ સાથે તેમણે ટેસ્ટમાં 51 સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશ સામે 248 રનનો ઉચ્ચ સ્કોર બનાવ્યો છે.મોટા ભાગના લોકોને સચિન તેંડુલકરની બેટિંગ ખૂબ જ ગમતી હતી.

મહેન્દ્ર સિંહ ધોની

3. મહેન્દ્ર સિંહ ધોની:પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની 2005 થી 2014 સુધી ક્રિકેટ રમ્યા હતા. તેણે 90 ટેસ્ટ મેચની 144 ઇનિંગ્સમાં 78 સિક્સ અને 544 ફોર ફટકારી છે. તેમણે 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા છે. આ સાથે તેમણે 6 સદી પણ ફટકારી છે. દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો સર્વોચ્ચ સ્કોર 224 રહ્યો છે. વનડેમાં ધોની એવા બેટ્સમેન છે જેણે ભારત તરફથી સૌથી વધુ 197 સિક્સર ફટકારી છે. પરંતુ ધોની ટેસ્ટમાં સિક્સર મારનાર નંબર બે બેટ્સમેન છે.

વીરેન્દ્ર સેહવાગ

4. વીરેન્દ્ર સેહવાગ: ટીમ ઈન્ડિયાના પૂર્વ અનુભવી બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર મારનાર પ્રથમ ખેલાડી છે. સેહવાગે 2001 થી 2013 સુધી પોતાની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 104 ટેસ્ટ મેચ રમી છે. તેણે આ મેચોની 180 ઇનિંગ્સમાં 91 સિક્સર ફટકારી છે. તેમના નામે 49.34ની એવરેજથી 8586 રન બનાવવાનો રેકોર્ડ છે. આ સાથે સેહવાગે ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેનો ઉચ્ચ સ્કોર 319 છે. જે તેમણે 2008માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 1233 ચોગ્ગા પણ ફટકાર્યા છે.

રોહિત શર્મા

5. રોહિત શર્મા: ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા 2013 થી 2023 સુધી ક્રિકેટ રમી રહ્યા છે. અત્યાર સુધીની કારકિર્દીમાં રોહિત શર્માએ 47 ટેસ્ટ મેચોની 80 ઇનિંગ્સમાં 68 છગ્ગા અને 355 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માનો સર્વોચ્ચ સ્કોર 3320 રન છે. હાલમાં રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં રમાશે.

ABOUT THE AUTHOR

...view details