- ભારતીય સેનાના ટોચના કમાંડરોનું 4 દિવસીય સંમેલન
- દેશના સુરક્ષા પડકારોની ઉંડાણપૂર્વક કરશે સમીક્ષા
- કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિ પર પણ વિચાર વિમર્શ
નવી દિલ્હી: ભારતીય સેનાના ટોચના કમાંડરો (Top commanders of the Indian Army) 4 દિવસીય સંમેલનમાં પૂર્વી લદ્દાખ અને ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ (LAC)થી અલગ અન્ય સંવેદનશીલ ક્ષેત્રો સહિત દેશના સુરક્ષા પડકારોની ઉંડાણપૂર્વક સમીક્ષા કરશે. સૂત્રોએ કહ્યું કે, સેના કમાંડર છેલ્લા કેટલાક અઠવાડિયામાં જમ્મૂ કશ્મીરમાં સામાન્ય નાગરિકોની હત્યાની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રશાસીત પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિ પર પણ વિચાર વિમર્શ કરશે.
આ પણ વાંચો:LAC પર ફરી એક વાર ચીનની અવળચંડાઈ, અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકો આવ્યા સામસામે
સોમવારથી દિલ્હીમાં શરૂ થશે 4 દિવસીય સંમેલન
આ સંમેલન સોમવારથી દિલ્હીમાં શરૂ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, સ્થળ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણે અને ટોચના કમાંડર પૂર્વી લદાખમાં દેશની લડાકુ તૈયારીઓની સમીક્ષા કરશે. જ્યાં ભારતીય તથા ચીની સૈનીકો વચ્ચે 17 મહીનાથી ગતિરોધની સ્થિતિ બની રહી છે. જોકે, બન્ને પક્ષોમાં અથડામણના ઘણા પોઇન્ટ પરથી સૌનિકોએ સંપૂર્ણ વાપસી કરી લીધી છે. તેમણે કહ્યું કે, સૈન્ય કમાંડર અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણની ભારતની સુરક્ષા પર સંભવિત અસરો પર પણ ચર્ચા કરી શકે છે.