ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટૂલકિટ કેસમાં આરોપી નિકિતા જૈકબની અરજી પર બોમ્બે હાઇકોર્ટ આપશે ચુકાદો

દિલ્હી પોલીસે ટૂલકિટ મામલે મંગળવારે હવામાન કાર્યકર દિશા રવિની ધરપકડને વાજબી ઠેરવતા તેમણે કહ્યું કે, કાયદા અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. તે જ સમયે, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં અન્ય એક શંકાસ્પદ વ્યક્તિ પુણેના એન્જિનિયર શાંતનુ મુલુકને દસ દિવસના આગોતરા જામીન આપી દીધા છે. તે જ સમયે, નિકિતા જૈકબના આગોતરા જામીન પર બોમ્બે હાઇકોર્ટ આજે બુધવારે પોતાનો ચુકાદો આપશે.

toolkit case
toolkit case

By

Published : Feb 17, 2021, 12:44 PM IST

  • ટૂલકિટ કેસ મામલે નિકિતા જૈકબની અરજી પર આજે ચુકાદો
  • રવિની ટૂલકીટ બનાવવાના આરોપમાં બેંગ્લોરથી ધરપકડ કરાઈ
  • બોમ્બે હાઈકોર્ટે મુલૂકને 10 દિવસના આગોતરા આગોતરા જામીન આપ્યા

નવી દિલ્હી/મુંબઈ: હવામાન ક્ષેત્રે કાર્યરત પ્રખ્યાત કાર્યકર ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરાયેલા 'ટૂલકિટ' દસ્તાવેજ કેસમાં મુંબઈની વકીલ-કાર્યકર નિકિતા જૈકબના આગોતરા જામીન પર બોમ્બે હાઈકોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. આ કેસમાં શંકાસ્પદ એડવોકેટ નિકિતા જૈકબની આવી જ અરજીની સુનાવણી સાંભળીને ન્યાયાધીશ પી.ડી. નાયકે કહ્યું કે, તેઓ બુધવારે આદેશ આપશે.

નિકિતા જૈકબ

કઈ-કઈ ધારાઓ હેઠળ ગુનો નોંધાયો

IPCની ધારા 124(એ) (રાજદ્રોહ), 153 (એ) (વિભિન્ન સમૂહો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવું) અને 120(બી) (ગુનાહિત કાવતરું) નો કેસ નોંધવામાં આવ્યો છે.

બોમ્બે હાઈકોર્ટે મુલૂકને 10 દિવસના આગોતરા આગોતરા જામીન આપ્યા

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચના ન્યાયમૂર્તિ વિભા કાંકનવાડીએ મુલૂકને દસ દિવસના આગોતરા આગોતરા જામીન આપી દીધા છે, જેનાથી રાહત મેળવવા માટે દિલ્હીની યોગ્ય અદાલતમાં તે પોતાની અરજી દાખલ કરી શકે.

ભારતની છબીને દૂષિત કરવાનો આરોપ

દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે, દિશા રવિ તથા મુંબઈની વકિલ નિકિતા જૈકબ અને શાંતનુએ ટૂલકિટ તૈયાર કરી અને બીજા સાથે શેર કરીને ભારતની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો.

રવિની ટૂલકીટ બનાવવાના આરોપમાં બેંગ્લોરથી ધરપકડ કરાઈ

રવિની ટૂલકીટ બનાવવાના આરોપમાં બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને રવિવારે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details