- ભારતના ખાતામાં વધું એક મેડલ નોંધાયો
- નિશાદ કુમારે હાઈ જમ્પમાં લીધો સિલ્વર
- વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન
ન્યૂઝ ડેસ્ક : ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં ભારતની ખીસ્સા વધુ એક મેડલ આવ્યો છે. જેમાં હાઈ જમ્પ ખેલાડી નિશાદ કુમારે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. નિશાદ કુમારે પુરુષો માટે T47 હાઈ જમ્પમાં ભારત માટે મેડલ જીત્યો છે. જેમાં નિષાદે 2.06 મીટરની છલાંગ લગાવી હતી. તેણે બીજા પ્રયાસમાં આ છલાંગ લગાવી હતી. આ જમ્પ સાથે તેણે એશિયન રેકોર્ડની બરાબરી કરી છે. આ રમતોમાં ભારતનો આ બીજો મેડલ છે.
વડાપ્રધાને કર્યું ટ્વિટ
નિષાદ પહેલા ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. અમેરિકાની ટાઉનસેન્ડ રોડરીકે 2.15 મીટરની વર્લ્ડ રેકોર્ડ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે ત્રીજા સ્થાને અમેરિકાના વેસે ડલ્લાસે 2.06 મીટર જમ્પ માર્યો હતો. વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે - ટોક્યોથી વધુ એક ખુશખબર આવી છે. નિષાદ કુમારને પુરુષોએ હાઈ જમ્પ T-47 માં સિલ્વર મેડલ જીતીને હું અત્યંત ખુશ છું. તે ઉત્તમ કુશળતા અને દ્રઢતા સાથે એક ઉલ્લેખનીય ખેલાડી છે. તેમને અભિનંદન!
મહામારીને હરાવીને સિલ્વર જીત્યા
ઉલ્લેખનીય છે કે, નિશાદે 2019માં દુબઈમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ ફ્રીમાં 2.05 મીટરની ઉંચી છલાંગ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બાદ, ફેબ્રુઆરી 2021 માં તે સાંઈ બેંગ્લોર કોમ્પ્લેક્સમાં શિબિર દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ બાદ તેમણે મહામારીને હરાવીને ટોક્યોની તૈયારીમાં કોઈ કસર છોડી ન હતીં.