- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા રમત વીરો સાથે કરશે વાતચીત
- ટોક્યો પેરા ઓલિમ્પિક 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે
- PMએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓને બિરદાવ્યા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન જઈ રહેલા ભારતીય રમતવીરો સાથે વાતચીત કરશે. ટોક્યો પેરા ઓલિમ્પિક રમતોત્સવ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જેમાં લગભગ 4,400 ખેલાડીઓ ભાગ લેશે. ઓલિમ્પિકમાં 11,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
54 પેરા એથ્લેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
વડાપ્રધાન કાર્યાલય અનુસાર, 54 પેરા એથ્લેટ ટોક્યોમાં નવ જુદ -જુદી રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પીએમઓ દ્વારા રવિવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સ 2020 માં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાના પ્રાંગણ પરથી ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓને બિરદાવ્યા હતા બાદમાં સોમવારના રોજ તેમના નિવાસસ્થાને નાસ્તા માટે ભારતની ઓલિમ્પિક ટીમને મળ્યા હતી.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક ટીમ સાથે કરી મૂલાકાત
ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા
ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા, જે ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. નીરજ ચોપરાએ ભાલા ફેકમાં યલો મેડલ જીત્યો હતો, જે એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ મેડલ છે.
વડાપ્રધાને નાસ્તા દરમિયાન ચોપરા અને પીવી સિંધુ સાથે વાતચીત પણ કરી
મોદીએ નાસ્તા દરમિયાન ચોપરા અને પીવી સિંધુ સાથે વાતચીત પણ કરી હતી. બે ઓલિમ્પિક મેડલ જીતનાર સિંધુ બીજી ભારતીય અને પ્રથમ મહિલા એથ્લેટ છે. તે રિયો ઓલિમ્પિક 2016 માં જીતેલો સિલ્વર મેડલ પણ પોતાની સાથે લાવી હતી. વડાપ્રધાને 41 વર્ષ પછી ઓલિમ્પિકમાં ભારતને હોકી મેડલ જીતનારા હોકી ટીમ સાથે પણ વાત કરી હતી. ટીમે તમામ ખેલાડીઓ દ્વારા હસ્તાક્ષર કરેલી હોકી સ્ટિકસ વડાપ્રધાન સમક્ષ રજૂ કરી હતી. વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે પણ વાત કરી હતી.
આ પણ વાંચો:Tokyo Olympics: એક નજરમાં...ટોક્યો ઓલમ્પિકમાં મેડલ મેળવનારા ભારતીય ખેલાડીઓ
દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં
ઓલિમ્પિક દરમિયાન, કેટલાક ચાહકોને રમત-ગમતના કાર્યક્રમોમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે કોઈપણ રમતો માટે કોઈ દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે કેટલાક કાર્યક્રમોમાં બાળકો ભાગ લે તેવી અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિના પ્રમુખ એન્ડ્રુ પાર્સન્સ, આયોજક સમિતિના અધ્યક્ષ સેઇકો હાશિમોતો, ટોક્યોના ગવર્નર યુરીકો કોઇકે અને ઓલિમ્પિક પ્રધાન તમયો મારુકાવાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.