- બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ
- વડાપ્રધાને સિંધુને ઓલિમ્પિક બાદ આઈસ્ક્રીમ માટે આપ્યું હતું આમંત્રણ
- વડાપ્રધાન મોદીએ સિંધુના માતા -પિતા સાથે પણ કરી હતી વાત
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકને લઈને દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ દરમિયાન 13 જુલાઈએ વડાપ્રધાન મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, જાપાનમાં તમામ ખેલાડીઓ જોરદાર રમે છે. આ ઉપરાંત, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, તમે સફળતાપૂર્વક ટોક્યોથી પરત ફરજો. આ બાદ, આપણે સાથે આઈસ્ક્રીમ ખાઈશું. (PM to Sindhu Ice Cream) વડાપ્રધાન મોદીએ સિંધુના માતા -પિતા સાથે પણ વાત કરી.
વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ પાઠવી શુભેચ્છા
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયન સિંધુએ ચીનની 8મી ક્રમાંકિત બિંગ ઝીઓને 21-13, 21-15થી હરાવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ સિંધુને આજે રવિવારે ટોક્યોમાં તેની સફળતા બાદ અભિનંદન પાઠવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને પાઠવી શુભકામના