ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tokyo Olympics: ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનાર પીવી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી બની, વડાપ્રધાન સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

Tokyo Olympics PV Sindhu Bronze Medal Match : ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ(PV Sindhu) ભલે ગોલ્ડ મેડલ જીતી શકી ન હોય, પરંતુ બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીતવામાં સફળ રહી છે. સિંધુએ પ્રથમ સેટ 21-13 અને બીજો સેટ 21-15થી ચાઇનીઝ શટલર હી બિંગજિયાઓ(He Bing Jiao) દ્વારા બન્ને સેટમાં જીતીને ઇતિહાસ રચ્યો છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

Tokyo Olympics PV Sindhu Bronze Medal Match
Tokyo Olympics PV Sindhu Bronze Medal Match

By

Published : Aug 1, 2021, 6:18 PM IST

Updated : Aug 1, 2021, 7:18 PM IST

  • બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો
  • સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો
  • ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને સિંધુનું ઐતિહાસિક પરાક્રમ

ન્યૂઝ ડેસ્ક : ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) ભલે ગોલ્ડ મેડલ જીતી શકી ન હોય, પરંતુ બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીતવામાં સફળ રહી છે. સિંધુએ પ્રથમ સેટ 21-13 અને બીજો સેટ 21-15થી ચાઇનીઝ શટલર હી બિંગજિયાઓ દ્વારા બન્ને સેટમાં જીતીને ઇતિહાસ રચ્યો છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઐતિહાસિક પરાક્રમ કર્યું છે. ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ ધરાવનાર સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી બની છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં પણ અદભૂત પ્રદર્શન કર્યું હતું. સિંધુએ મેડલ જીત્યા બાદ હવે ભારતને ઓલિમ્પિકમાં 2 મેડલ મળ્યા છે.

2 વ્યક્તિગત મેડલ જીતનાર પીવી સિંધુ

ઉલ્લેખનીય છે કે, સિંધુ ખેલાડી બની ગઈ છે, જેની પાસે ઓલિમ્પિકમાં 2 વ્યક્તિગત મેડલ જીતવાનો રેકોર્ડ છે, તેમણે બિંગજિયાઓ અને સિંધુએ બેડમિન્ટન કોર્ટ પર 15 મેચ રમી છે, જેમાં 9 મેચ ચીનના બિંગજિયાઓ અને 6 મેચ સિંધુએ જીતી છે. 2015 માં યોનેક્સ સનરાઇઝ માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં બન્નેએ પ્રથમ વખત એકબીજાનો સામનો કર્યો, સિંધુએ તે મેચ સીધા સેટ્સમાં 23-21, 21-13થી હાર્યા બાદ છેલ્લા 5 મુકાબલાઓમાં, ચાઇનીઝ શટલરે 4 મેચ જીતી છે. સિંધુએ છેલ્લે 2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બિંગજિયાઓ સામે જીત મેળવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને પાઠવી શુભકામના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "પીવી સિંધુના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અમે બધા ઉત્સાહિત છીએ. ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન"

રાષ્ટ્રપતિએ કહ્યું- "સિંધુએ ભારતને ગૌરવ અપાવ્યું"

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું, "પીવી સિંધુ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની થે. તેણે સાતત્ય, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમને હાર્દિક અભિનંદન."

રમત પ્રધાન અનુરાગ ઠાકુરે આપ્યા અભિનંદન

આ સાથે જ રમત પ્રધાન અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરીને પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું કે, જબરદસ્ત જીત પીવી સિંધુ!!! તમે રમત પર પ્રભુત્વ મેળવ્યું અને ઇતિહાસ રચ્યો #Tokyo2020!

Last Updated : Aug 1, 2021, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details