- મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો
- ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું
- ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન આપવા લોકોનો ધસારો
હૈદરાબાદ : ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યા પછી ભારતીય મહિલાઓએ પ્રથમ વખત સેમિફાઇનલમાં સ્થાન મેળવીને દેશવાસીઓના દિલ જીતી લીધા હતા. સમગ્ર દેશ જીતની ખુશીમાં આનંદિત થયો છે. ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન આપવા લોકોનો ધસારો થયો છે. ખેલ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત તમામ નેતાઓએ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.
અનુરાગ ઠાકુરનું ટ્વીટ
અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું કે, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત અમે સેમિફાઇનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ લોકો દેશની મહિલા હોકી ટીમ સાથે છે.
કિરણ રિજિજૂએ પણ મહિલા હોકી ટીમને અભિનંદન આપ્યા
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ પણ મહિલા હોકી ટીમને જીત માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે, ભારતનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. હોકી ટીમે શાનદાર જીત નોંધાવી છે. અમારી પાસે કોઇ શબ્દો નથી.
આ પણ વાંચો : 2016 થી આજ સુધી જાણો, કેવી રહી તીરંદાજ અતનુ દાસની ઓલિમ્પિક યાત્રા
સ્મૃતિ ઈરાનીનું ટ્વીટ
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારતીય મહિલા હોકી ટીમ પર ગર્વ છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા