ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવમાં શંકાસ્પદ હાલતમાં મળેલી બે યુવતીના આજે અંતિમ સંસ્કાર કરાશે - એએસપી

ઉત્તરપ્રદેશમાં ઉન્નાવના અસોહા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મળેલી બે યુવતીઓમાંથી બે યુવતીઓનું બુધવારે મૃત્યું થયું હતું. પરિવારજનો આજે બંને યુવતીના અંતિમ સંસ્કાર કરશે. અંતિમ સંસ્કારને લઈને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવાઈ છે.

ઉન્નાવમાં શંકાસ્પદ હાલતમાં મળેલી બે યુવતીના આજે અંતિમ સંસ્કાર કરાશે
ઉન્નાવમાં શંકાસ્પદ હાલતમાં મળેલી બે યુવતીના આજે અંતિમ સંસ્કાર કરાશે

By

Published : Feb 19, 2021, 11:48 AM IST

  • અસોહા વિસ્તારમાં બે યુવતી શંકાસ્પદ હાલતમાં મળી હતી
  • બંને યુવતીનું બુધવારે મૃત્યુ થયું હતું
  • ત્રીજી યુવતીની સારવાર કાનપુરના રિજન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે

ઉન્નાવઃ જિલ્લાના અસોહા વિસ્તારમાં બે યુવતીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, બંને યુવતીઓનું બુધવારે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે ત્રીજી યુવતીની સારવાર કાનપુરના રિજન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે. પરિવારજનોએ પોલીસની કાર્યશૈલી પર નારાજગી પણ વ્યક્ત કરી છે. આઝે બંને યુવતીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ પણ બોલાવાઈ

ગામમાં યુવતીઓના મૃતદેહના અંતિમ સંસ્કારને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવાઈ છે. ગામમાં એસપી, એડિશનલ એસપી સહિત બીજા જિલ્લાની પોલીસ ફોર્સને પણ અહીં બોલાવવામાં આવી છે. મૃતકોના ઘર પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ફોર્સ ઉપરાંત એલઆઈયુ અને પીએસી પણ સક્રિય છે.

ABOUT THE AUTHOR

...view details