- આજે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
- છેલ્લા 7 વર્ષથી મોદી કરી રહ્યા છે આ કાર્યક્રમ
- કાર્યક્રમને લઈને કરવામાં આવ્યું વિશ્લેષણ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા ખેલાડીઓને શુભકામના આપી હતી. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા અદ્ભુત તસવીર, યાદગાર પળ, હજુ પણ મારી આંખોની સામે છે. ટોક્ટો ઓલ્પિંકમાં ભારતીય ખેલાડીઓને ત્રિરંગો લઈને ચાલતા જોતા આખો દેશ રોમાંચિત થઈ ઉઠ્યો હતો. આખા દેશે આ ખેલાડીઓને વિજય ભવ: એવા આશર્વાદ આપ્યા હતા.
ખેલાડીઓ સાથે વાતચીત
મન કી બાતના 79 પ્રકરણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે આ ખેલાડીઓ ભારતથી ગયા હતા ત્યારે મને તેમની સાથે વાત-ચીત કરવાનો અને તેમના વિશે જાણવાની તક મળી હતી. આ ખેલાડીઓ અનેક સંઘર્ષ કરીને અહીં પહોચ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષે 15મી ઓગસ્ટે દેશ 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, આ અમારૂ સૌભાગ્ય છે કે જે આઝાદી માટે દેશ સદીયો સુધી રહા જોઈ તેના 75 વર્ષના આપણે સાક્ષી છે.
અમૃત મહોત્વ
તેમણે કહ્યું કેટલાય એવા વીર પુરૂષો છે જેમને અમૃત મહોત્વમાં લોકો યાદ કરી રહ્યા છે. સરકાર અને સામાજિક સંસ્થા આ વિશે અનેક આયોજન કરી રહી છે. અમૃત મહોત્વ એ કોઈ પાર્ટી કે સરકારનો કાર્યક્રમ નથી , આ કરોડો ભારતીયનો કાર્યક્રમ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રોજીંદા કામ કરતા કરતા આપણે રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છે. જેમ કે વોકલ ફોર લોકલ. આપણા કારીગરો અને ઉદ્યોગોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.