ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં 35 પૈસાનો વધારો - તેલ કંપનીઓ

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય જનતાનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 110.04 અને ડીઝલની કિંમત 98.42 રૂપિયા પ્રતિલિટર પર પહોંચી છે.

આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં 35 પૈસાનો વધારો
આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં 35 પૈસાનો વધારો

By

Published : Nov 2, 2021, 11:47 AM IST

  • પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય જનતાનું જીવવું બનાવ્યું મુશ્કેલ
  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 110.04 અને ડીઝલની 98.42 પર પહોંચી
  • સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત જાહેર કરી

નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ આકાશને આંબી રહી છે. ત્યારે સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ની નવી કિંમત જાહેર કરી છે. તેલ કંપનીઓએ આજે (2 નવેમ્બરે) પણ સામાન્ય વ્યક્તિને ઝટકો આપતા ઈંધણની કિંમતોમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો-પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!

આજે પણ પેટ્રોલ અને ડીઝલ 35 પૈસા મોંઘું થયું

પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના મતે, આજે પણ પેટ્રોલ અને ડીઝલ 35 પૈસા પ્રતિલિટર મોંઘું થયું છે. તેલ કંપનીઓના મતે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 110.04 રૂપિયા પ્રતિલિટર અને મુંબઈમાં 115.85 રૂપિયા પ્રતિલિટરના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈમાં ડીઝલ હવે 106.62 રૂપિયા પ્રતિલિટરની કિંમતે વેચાઈ રહ્યું છે. જ્યારે દિલ્હીમાં ડીઝલનો દર 98.42 રૂપિયા પ્રતિલિટર છે.

આ પણ વાંચો-એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

તેલની વધતી કિંમતથી લોકો સરકારથી નારાજ

મધ્યપ્રદેશના અનુપપૂર જિલ્લામાં પેટ્રોલની કિંમત 122.15 રૂપિયા પ્રતિલિટરને પાર પહોંચી છે. જ્યારે ડીઝલ 112.25 રૂપિયા પ્રતિલિટરને પાર વેચાઈ રહ્યું છે. જ્યારે બાલાઘાટમાં પણ પેટ્રોલની કિંમત 120 રૂપિયા પ્રતિલિટરથી વધુ છે. બાલાઘાટમાં પેટ્રોલની કિંમત 120.96 રૂપિયા જ્યારે ડીઝલ 110.22 રૂપિયા પ્રતિલિટર છે. તેલની કિંમતોમાં (Fuel Price) સતત થઈ રહેલા વધારાના કારણે લોકો સરકારથી નારાજ છે.

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (રૂ. પ્રતિલિટર)

શહેરનું નામ પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 106.3 106.10
દિલ્હી 110.04 106.62
મુંબઈ 115.85 106.62
કોલકાતા 110.49 101.56
ચેન્નઈ 106.66 102.59

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details