- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે ડોક્ટર્સને કરશે સંબોધિત
- આજે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) હોવાથી વડાપ્રધાન ડોક્ટર્સને કરશે સંબોધિત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ટ્વિટ કરીને આપી હતી માહિતી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) નિમિત્તે બપોરે ત્રણ વાગ્યે દેશના મેડિકલ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધન કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને બુધવારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ભારતને પોતાની તમામ મેડિકલ પ્રયાસો પર ગર્વ છે. 1 જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવશે. એટલે તે દિવસે બપોરે 3 વાગ્યે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં હું ડોક્ટર્સને સંબોધિત કરીશ.
આ પણ વાંચો-National Doctors' Day : મળો 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા સુરતના મહિલા ડૉક્ટરને
પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન અને ડોક્ટરની યાદમાં ઉજવાય છે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day)
દર વર્ષે 1 જુલાઈએ દેશભરમાં નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના મહાન ડોક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન ડોક્ટર બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. તેમની જ યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મેડિકલ સમુદાયે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આ સમયે પણ ડોક્ટર પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશ સેવામાં લાગ્યા છે. વડાપ્રધાન અવારનવાર પોતાના સંબોધનોમાં આ માટે ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન મોરચા (Doctors and the Frontline Workers) પર કામ કરનારા લોકોના વખાણ કરતા રહે છે.