- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે એન્જિનિયર્સ દિવસ નિમિત્તે એન્જિનિયર્સને આપી શુભેચ્છા
- ધરતીને વધુ સારી બનાવવા અને ટેક્નોલોજી મામલામાં દેશને આધુનિક બનાવવામાં તેમનું યોગદાનનું ધન્યવાદ કરવા માટે શબ્દ નથીઃ PM
- દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરય્યાના જન્મદિવસ પર દર વર્ષે એન્જિનિયર્સ દિવસ ઉજવવામાં આવે છે
આજે 15 સપ્ટેમ્બર એટલે એન્જિનિયર્સ દિવસ છે. આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ એન્જિનિયર્સને શુભેચ્છા આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ધરતીને વધુ સારી બનાવવા અને ટેક્નોલોજી મામલામાં દેશને આધુનિક બનાવવામાં તેમનું યોગદાનું ધન્યવાદ કરવા માટે શબ્દ નથી. ભારતના મહાન એન્જિનિયર અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરય્યાના જન્મદિવસ પર દર વર્ષે એન્જિનિયર્સ દિવસ ઉજવવામાં આવે છે. વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે, એન્જિનિયર્સ દિવસ પર તમામ પરિશ્રમી એન્જિનિયર્સને શુભેચ્છાઓ.
આ પણ વાંચો-
એન્જિનિયર્સ માટે મારી પાસે કોઈ પર્યાપ્ત શબ્દ નથીઃ PM
વડાપ્રધાને એક ટ્વિટમાં કહ્યું હતું કે, એન્જિનિયર્સ દિવસ પર તમામ પરિશ્રમી એન્જિનિયર્સને શુભેચ્છા. અમારા ગ્રહને વધુ સારા અને ટેક્નિકલ રીતે ઉન્નત બનાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે તેમને ધન્યવાદ આપવા માટે કોઈ પર્યાપ્ત શબ્દ નથી. હું એમ. વિશ્વેશ્વરય્યાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની ઉપલબ્ધીઓને યાદ કરું છું.