ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - મહત્વના સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : Apr 8, 2021, 6:55 AM IST

  • નીતિન પટેલ સવારે 11 કલાકે, અમદાવાદ સીવિલ હોસ્પિટલની મુલાકાતે
    નીતિન પટેલ સવારે 11 કલાકે, અમદાવાદ સીવિલ હોસ્પિટલની મુલાકાતે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સવારે 11 કલાકે, સીવિલ હોસ્પિટલ, અમદાવાદ અને મંજૂશ્રી કેમ્પસ અમદાવાદની ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત લઈને દર્દીઓને દાખલ થવાની કામગીરીનો રીવ્યુ કરી સમીક્ષા કરશે.

  • ગાંધીનગર મનપા ચૂંટણી પડઘમ આજે ગુરૂવારે શાંત થશે
    ગાંધીનગર મનપા ચૂંટણી પડઘમ આજે ગુરૂવારે શાંત થશે

ગાંધીનગર મનપાના ચૂંટણી પ્રચાર પર આજે પૂર્ણવિરામ લાગશે. ગુરૂવારે રાત્રે 8 વાગ્યા પછી કોઈ પાર્ટી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.

  • રાજકોટ મનપાની ગુરૂવારે સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળશે
    રાજકોટ મનપાની ગુરૂવારે સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળશે

રાજકોટમાં આજે મનપાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળશે, મોરબી રોડ બાયપાસથી એઇમ્સ સુધી નવો 4 લેન રોડ બનાવવા મંજૂરી આપવામાં આવશે.

  • AMC દ્વારા આજે ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી કરાશે
    AMC દ્વારા આજે ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી કરાશે

અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે

  • ચાણસ્મામાં આજથી બજારો સ્વયંભૂ બંધ રખાશે
    ચાણસ્મામાં આજથી બજારો સ્વયંભૂ બંધ રખાશે

પાટણ બાદ ચાણસ્મામાં આજથી 20 એપ્રિલ સુધી બપોરના 1 વાગ્યા સુધી બજારો સ્વયંભૂ બંધ રહેશે.

  • વડાપ્રધાન મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે
    વડાપ્રધાન મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે

કોરોનાના વધતા કહેરના બાનમાં લેવા માટે વડાપ્રધાન મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.

  • બોમ્બે હાઇકોર્ટના આદેશને અનિલ દેશમુખે SCમાં પડકાર્યો, આજે સુનાવણી
    બોમ્બે હાઇકોર્ટના આદેશને અનિલ દેશમુખે SCમાં પડકાર્યો, આજે સુનાવણી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં દેશમુખની અરજી પર સુનાવણી થશે.

  • કોરોનાના કારણે દેશના આ શહેરોમાં આજથી નાઇટ કરર્ફ્યુ લાગશે
    કોરોનાના કારણે દેશના આ શહેરોમાં આજથી નાઇટ કરર્ફ્યુ લાગશે

લખનઉમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, આજથી જિલ્લાના મ્યુનિસિપલ વિસ્તારમાં રાત્રિના કરર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે, આજ 8 એપ્રિલથી મધ્યપ્રદેશના તમામ શહેરી વિસ્તારોમાં રાત્રિના કરર્ફ્યુ લાદવાની ઘોષણા કરવામાં આવી છે.

  • ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની આજે બંગાળમાં જાહેર રેલી કરશે
    ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની આજે બંગાળમાં જાહેર રેલી કરશે

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જલપાઇગુરી, કરસિઆંગ અને કાલિયાગંજમાં જાહેર સભાઓને સંબોધન કરશે. આ સિવાય કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પણ દુર્ગાપુર વિસ્તારમાં જાહેર સભા યોજશે.

  • શિવરાજસિંહ ચૌહાણ આજે 4800 કરોડની યોજનાઓનો કરશે શિલાન્યાસ
    શિવરાજસિંહ ચૌહાણ આજે 4800 કરોડની યોજનાઓનો કરશે શિલાન્યાસ

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે 4800 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાજ્યના 1891 માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એક સાથે શરૂ કરવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણ આજે ગુરૂવારે સવારે 11 વાગ્યે વર્ચુઅલ કાર્યક્રમમાં મિંટો હોલથી લોકાર્પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details