- આજથી બજેટ સત્રનો બીજો તબક્કો, કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલ પર ચર્ચા માટે મુલતવી દરખાસ્ત લાવી શકે છે. વિપક્ષી પાર્ટીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને કેન્દ્રની મોદી સરકારનો સતત ઘેરાવો કરી રહી છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે, આવી સ્થિતિમાં કોંગ્રેસ કેન્દ્રની મોદી સરકાર ઉપર દબાણ લાવવા માટે મુલતવી દરખાસ્ત લાવવા વિચારી શકે છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો
- રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કરી મોટી જાહેરાત, મહિલા દિવસ નિમિત્તે આજથી શરૂ થશે બરેલી એરપોર્ટ, રાજસ્થાનમાં મહિલાઓને આજે બસ ટિકિટ ફ્રિ મળશે. રાજસ્થાનમાં અશોક ગેહલોત
- કોરોના કાળમાં જે 5 જજીસ અને 39 એડવોકેટનું દેહાંત થયું હોય તેમને શ્રદ્ધાંજલિ આપવા 11 વાગે સેસન્સ કોર્ટમાં તમામ વકીલો અને જજ ઉપસ્થિત થશે કોર્ટમાં તમામ વકીલો અને જજ ઉપસ્થિત થશે
- બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં સાકેત કોર્ટ આજે ચુકાદો આપશે. બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન આરિઝ ભાગી ગયો હતો. તેને નેપાળથી ફેબ્રુઆરી 2018માં સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરિઝ પર ભારતમાં ઘણા સ્થળોએ બોમ્બ વિસ્ફોટોનો આરોપ છે, જેમાં 165 લોકોનાં મોત નીપજ્યાં છે.
- 6 મનપાના મેયર નક્કી કરવા માટે સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન
- રાજ્યમાં હવે ઉત્તર-પશ્ચિમી ગરમ પવનો શરૂ થયા છે, જેની અસરથી સમગ્ર રાજ્યમાં ક્રમશ: ગરમીનો પારો વધી શકે છે.
- આજે વિશ્વ મહિલા દિવસ, મહિલાઓના સશક્તિકરણ અને સમાનતાને લઈને સરકાર દ્વારા કાર્યક્રમો યોજાશે.
- રાજકોટમાં ચૂંટણી બાદ ત્રીજી વખત પાણીકાપ, આજે 5 વોર્ડની જનતા પાણી વિના ટળવળશે.
- કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મહિલા દિન નિમિત્તે 12 દીકરીઓ સળંગ 25 મિનિટ સુધી કથક નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મહિલા દિન
- IPL થશે 9 એપ્રિલથી શરુ તો 9 એપ્રિલથી 30 મે સુધી ચાલશે. BCCIએ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 14નું શિડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ IPL-14ની સીઝન 9 એપ્રિલથી શરૂ થશે જે 30 મે સુધી ચાલશે. 52 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPLના તમામ મુકાબલા 6 શહેરો અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં જ થશે. IPL