ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે World Tourism Day 2021, આ દિવસ કેમ મહત્ત્વનો છે? જુઓ - સંયુક્ત રાષ્ટ્ર મહાસભા

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 27 સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ઉજવવામાં આવે છે. આ વિશ્વમાં કોઈને ફરવું ન ગમે તેવો કોઈ વ્યક્તિ નહીં હોય. વિશ્વનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે ફરવા જાય. નવી નવી જગ્યા જઈને ત્યાંની સુંદરતાને પોતાની આંખોમાં કેદ કરે, ત્યાંની સંસ્કૃતિ અંગે જાણવું લોકોને ઘણું જ પસંદ હોય છે. આ દિવસ કેમ વિશેષ છે, જુઓ આ અહેવાલમાં.

આજે World Tourism Day 2021, આ દિવસ કેમ મહત્ત્વનો છે? જુઓ
આજે World Tourism Day 2021, આ દિવસ કેમ મહત્ત્વનો છે? જુઓ

By

Published : Sep 27, 2021, 8:53 AM IST

  • દર વર્ષે સમગ્ર વિશ્વમાં 27 સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ઉજવાય છે
  • ટૂરિઝમ વિશ્વના દરેક દેશના આર્થિક વિકાસ માટે ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
  • લોકોને પ્રવાસન સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી આપી શકાય તે માટે WTO તરફથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે

નવી દિલ્હીઃ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 27 સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ઉજવવામાં આવે છે. આ વિશ્વમાં કોઈને ફરવું ન ગમે તેવો કોઈ વ્યક્તિ નહીં હોય. વિશ્વનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે ફરવા જાય. નવી નવી જગ્યા જઈને ત્યાંની સુંદરતાને પોતાની આંખોમાં કેદ કરે, ત્યાંની સંસ્કૃતિ અંગે જાણવું લોકોને ઘણું જ પસંદ હોય છે, પરંતુ આજકાલ વ્યસ્ત જીવનમાં લોકો પાસે સમયનો અભાવ છે, જેના કારણે લોકો હવે ફરવા નથી જઈ શકતા. ટૂરિઝમ વિશ્વના દરેક દેશના આર્થિક વિકાસ માટે ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ બધી વાતોને ધ્યાનમાં રાખી WTO તરફથી દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ઉજવવામાં આવે છે, જેથી લોકોને પ્રવાસન સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી આપી શકે કે, આ કેટલું આવશ્યક છે.

પ્રવાસન શું છે?

લોકોના જીવનમાં ચાર ચાંદ લગાવવાનું કામ પ્રવાસન કરે છે. આટલા વ્યસ્ત જીવનમાં ખુશીની ક્ષણોને જીવવાનું માધ્યમ પ્રવાસન આપે છે. પ્રવાસન એક એવી સુખદ યાત્રા છે, જે તમારી નવરાશની પળોને એક સુખદ અને મનોરંજનથી ભરેલું અનુભવ કરાવે છે. પ્રવાસન મનોરંજનનું એક મહત્ત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. કારણ કે, વ્યક્તિ કોઈ પણ સ્થાન પર રહી રહીને કંટાળી જાય છે. તેને નવી નવી જગ્યાઓ, વિસ્તારો, દેશોમાં ફરવું અને નવી વસ્તુઓ જોવાનું મન કરે છે. નવા ક્ષેત્રો પર ભ્રમણ કરી વ્યક્તિ સારો અનુભવ કરે છે.

વિશ્વ પ્રવાસન દિવસનો ઉદ્દેશ અને મહત્ત્વ

આ દિવસને ઉજવવાનો એક મુખ્ય ઉદ્દેશ અંતર્ગત વિશ્વમાં આ વાતને પ્રસારિત અને જાગૃતિ ફેલાવવા માટે છે કે, કઈ રીતે પ્રવાસન વૈશ્વિક રીતે, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મુલ્યોને વધારવામાં, તેનો વિકાસ કરવામાં અને પરસ્પર સમજ વધારવામાં સહાયતા કરે છે. ભારતની માત્ર ગોવા, રાજસ્થાન, કેરળ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં પ્રવાસનના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના પ્રવાસનને કોઈ સારો લાભ નથી પહોંચ્યો. હિમાચલ પ્રદેશમાં ગયા વર્ષે 6.5 મિલિયન પ્રવાસી ગયા હતા. આ આંકડો રાજ્યની કુલ વસતીના લગભગ બરાબર છે. આ પ્રવાસીઓમાંથી 2.04 પ્રવાસીઓ વિદેશી હતી. આંકડાઓને જોઈએ તો, રાજ્યએ અપેક્ષાથી ઘણું વધારે સફળ પ્રદર્શન કર્યું છે.

વિશ્વ પ્રવાસન સ્થળની થીમ

દર વર્ષે આ વિશેષ દિવસ એક વિષય એટલે કે થીમની સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ 'સમાવેશી વિકાસ માટે પ્રવાસન' (Tourism for inclusive growth) છે.

વિશ્વ પ્રવાસન દિવસનો ઈતિહાસ

આપને જણાવી દઈએ કે, આ દિવસનો ઈતિહાસ જૂનો નથી, પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત વર્ષ 1980માં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા કરવામાં આવી હતી. આ તારીખની પસંદગીનું મુખ્ય કારણ એ હતું કે, આ દિવસે વર્ષ 1970માં વિશ્વ પ્રવાસન સંગઠનના સંવિધાનને સ્વીકારવામાં આવ્યું હતું. આ વિધિઓને અપનાવવા વૈશ્વિક પ્રવાસનમાં ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દર વર્ષે આ દિવસની વિષય વસ્તુ નક્કી કરે છે

ઈસ્તન્બુલ તુર્કીમાં ઓક્ટોબર 1997ની 12મી UNWTO મહાસભાએ એ નિર્ણય કર્યો હતો કે, દર વર્ષે સંગઠનના કોઈ દેશને અમે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવા માટે સહયોગી રાખી શકીએ છીએ. આ પરિકલ્પનામાં વિશ્વ પ્રવાસન દિવસ વર્ષ 2006માં યુરોપમાં, 2007માં સાઉથ એશિયામાં, 2008માં અમેરિકામાં, 2009માં આફ્રિકામાં અને 2011માં મધ્ય પૂર્વ ક્ષેત્ર આ દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દર વર્ષે આ દિવસની વિષય વસ્તુ નક્કી કરે છે.

આ પણ વાંચો-આજે વિશ્વ પ્રવાસન દિવસ: બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે ઠપ થયેલો પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે અસલ રંગમાં જોવા મળશે

આ પણ વાંચો-આજે International Day of Sign Languages, આવો એવા લોકોને સમજીએ જેઓ સાંભળી-બોલી નથી શકતા

ABOUT THE AUTHOR

...view details