- આજે 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ
- અલ્ઝાઈમર્સ 60 વર્ષની ઉંમર બાદ વ્યક્તિને ભોગ બનાવે છે
- સામાન્ય રીતે યુવાનોમાં ભાગ્યે જ આ રોગ જોવા મળે છે
- અલ્ઝાઈમર્સમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારવા અને સમજવાની શક્તિ ઓછી થઈ જાય છે
ન્યુઝ ડેસ્કઃ આજે 21 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ અલ્ઝાઈમર ડે (world alzheimer day) છે. ત્યારે ETV Bharat અલ્ઝાઈમર્સ અંગેની વિસ્તૃત માહિતી લઈને આવ્યું છે. અલ્ઝાઈમર્સ અંગે વાત કરીએ તો, આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારવાની અને સમજવાની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અલ્ઝાઈમર્સ એસોસિયેશનના (Alzheimer's Association) જણાવ્યા પ્રમાણે, આ બીમારીનું વધવાનું સ્તર દરેક દર્દીમાં અલગ અલગ હોય છે, પરંતુ સરેરાશ દર્દી લક્ષણ શરૂ થયાના 8 વર્ષ સુધી જીવિત રહે છે. અલ્ઝાઈમર્સ ડિસીઝના પ્રારંભિક લક્ષણો શું હોઈ શકે છે? અલ્ઝાઈમર્સ ડિસીઝના કારણે આપણે આપણું રોજનું કામ બરાબર કરી શકતા નથી. આ બીમારીથી પીડાતા દરેક દર્દીઓને વસ્તુઓ યાદ રાખવામાં, ગણતરી કરવામાં, બીજાનો સંપર્ક જાળવી રાખવામાં મુશ્કેલી થાય છે. આ ડિસીઝના પ્રારંભિક 10 લક્ષણો અથવા સંકેતો હોઈ શકે છે.
આ પણ વાંચો-ફિઝિયોથેરપી ફક્ત હાડકાંને સ્નાયુઓ માટે નથી હોતી, જોણો વિશેષ માહિતી...
યાદશક્તિ ગુમાવવીઃઅલ્ઝાઈમર્સ ડિસીઝનું સૌથી સામાન્ય લક્ષણ છે યાદશક્તિમાં ઘટાડો થવો. ખાસ કરીને પ્રારંભિક તબક્કે. જો વ્યક્તિ તાજેતરમાં જાણીતી વસ્તુઓ વિશે ભૂલી જાય છે, તો પછી આ પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.
પ્લાનિંગ અને પ્રોબ્લમ સોલ્વ કરવામાં મુશ્કેલીઃડિમેન્શિયાથી પીડિતા લોકો કોઈ પ્લાન બનાવવામાં અથવા તેનું પાલન કરવું મુશ્કેલ થઈ શકે છે. આ ઉપરાંત તેમને નંબરોની સાથે કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે. લોકોને કોઈ કોઈ રેસીપી અથવા માસિક બિલ યાદ રાખવું મુશ્કેલ થઈ શકે છે. આ સિવાય, તેઓ એવું કામ કરવામાં ખૂબ સમય લે છે જે તેઓ સરળતાથી કરી શકે છે
આ પણ વાંચો-આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ
સરળ વસ્તુઓ ભૂલી જવી:અલ્ઝાઈમર્સ પીડત વ્યક્તિને દરરોજના કામમાં સામેલ સરળ વસ્તુઓને પૂર્ણ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે, તેઓને તેમની પસંદગીની રમતનાં નિયમો યાદ નથી અથવા કરિયાણાનું લિસ્ટ બનાવવામાં અસમર્થ છે. જગ્યા કે સમય સાથે કન્ફ્યુઝન થવું: લોકોને સમય અને જગ્યાનું ધ્યાન નથી રહેતું. તાજેતરમાં થઈ ગયેલી ઘટના સમજવા સમય લાગે છે. તો ઘણી વાર તેમને એ પણ નથી સમજાતું કે, તેઓ ક્યાં છે અને તે જગ્યા સુધી કેવી રીતે પહોંચ્યાં.