આજે સતત પાંચમા દિવસે Petrol-dieselના ભાવમાં કોઈ વધારો નથી
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરૂવારે પણ ઓએમસી (Oil Marketing Company)એ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી કર્યો. આ સતત પાંચમો દિવસ છે કે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price) કોઈ વધારો નથી થયો. આ છેલ્લા અઠવાડિયાઓમાંથી સૌથી લાંબો સમયગાળો છે કે જ્યારે ઈંધણની કિંમતો સ્થિર યથાવત છે.
આજે સતત પાંચમા દિવસે Petrol-dieselના ભાવમાં કોઈ વધારો નથી
By
Published : Jul 22, 2021, 12:11 PM IST
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) સતત ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે
ગુરૂવારે પણ ઓએમસી (Oil Marketing Company)એ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી કર્યો
આ સતત પાંચમો દિવસ છે કે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price) કોઈ વધારો નથી થયો
નવી દિલ્હીઃ દેશમાં લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમતે સદી ફટકારી ચૂકી છે. જ્યારે ડીઝલ પણ અનેક જગ્યાઓ પર 100 રૂપિયાને પાર થયું છે. જોકે, રાહતની વાત એ છે કે, છેલ્લા 5 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. ગુરૂવારે સતત પાંચમા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર જોવા નથી મળ્યો.
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ પણ 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. રવિવારે પેટ્રોલ પંપની કિંમત સ્થિર છે. શનિવારે પેટ્રોલમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો, જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો.
તેલની કિંમતોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રાહકોને આગામી સમયમાં થોડી રાહત મળી શકે તેવી સંભાવના છે. કારણ કે, તેલ કંપનીઓએ વૈશ્વિક તેલ કંપનીઓમાં ઘટાડાનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ જે છેલ્લા મહિનાના અંતમાં વધીને 77 ડોલર પ્રતિ બેરલ થઈ ઘયું હતું. તે છેલ્લા એક પખવાડિયામાં 10 ટકાથી વધુના ઘટાડા સાથે 68.85 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે. જો કિંમત લાઈન વધુ દિવસ માટે 70 ડોલર પ્રતિ બેરલથી નીચે રહી તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.