- 77 માં વર્ષમાં કરશે મંગળ પ્રવેશ
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે જન્મદિવસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાયડુ સહીતનાઓ એ શુભેચ્છા પાઠવી
- કોવિંદે 25 જુલાઈ, 2017 ના રોજ દેશના 14 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
ન્યુઝ ડેસ્ક : 1 ઓક્ટોબર, શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 76 વર્ષના થયા છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિંદને તેમના જન્મદિવસ પર સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર, 1945 ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના પારુંખ ગામમાં થયો હતો. તેમણે 25 જુલાઈ, 2017 ના રોજ દેશના 14 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
આ પણ વાંચો : Sivaji Ganesan Birthday: ગૂગલે ભારતના મહાન અભિનેતા શિવાજી ગણેશનનું ડૂડલ બનાતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નાયડુએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી
નાયડુએ ટ્વિટ કરતા જણાવ્યુ હતું કે, “ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને આજે તેમના જન્મદિવસ પર મારી હાર્દિક શુભેચ્છાઓ. તેઓ તેમની સરળતા, ઉચ્ચ નૈતિકતા અને નોંધપાત્ર દ્રષ્ટિ માટે જાણીતા છે. હું તેમને ઘણા વર્ષો સુધી દેશની સેવા કરવા માટે સારા સ્વાસ્થ્ય, સુખ અને આશીર્વાદની ઈચ્છા કરું છું.‘
રાષ્ટ્રપતિને જન્મદિવસની વડાપ્રધાને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ પણ રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે સમાજના ગરીબ અને વંચિત વર્ગને સશક્ત બનાવવા પર તેમનું ધ્યાન અનુકરણીય છે. મોદીએ ટ્વિટ કર્યું, ‘રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામનાઓ. તેમના નમ્ર વ્યક્તિત્વને કારણે તેમણે સમગ્ર દેશને તેમના પ્રશંસક બનાવી દીધા છે. સમાજના ગરીબ અને વંચિત વર્ગના સશક્તિકરણ પર તેમનું ધ્યાન અનુકરણીય છે. તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.
આ પણ વાંચો : Accident In Bhind : ભીંડમાં બસ-ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 7 ના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત