ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ, જુઓ Big B કઈ રીતે ફરી સફળતાના શિખરે પહોંચ્યા ?

હિન્દી સિનેમાના દિગ્ગજ અને સદીના મહાનાયક તરીકે ઓળખાતા અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો આજે 79મો જન્મદિવસ છે, ત્યારે તેમને દેશવિદેશથી તમામ લોકો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. મુશ્કેલીના સમયનો પણ સામનો કરી અમિતાભ બચ્ચન કઈ રીતે ફરી એક વાર સફળતાના શિખરે પહોંચ્યા તેમ જ તેમના જીવનની અનેક વાતો જાણો આ અહેવાલમાં.

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ, જુઓ Big B કઈ રીતે ફરી સફળતાના શિખરે પહોંચ્યા?
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ, જુઓ Big B કઈ રીતે ફરી સફળતાના શિખરે પહોંચ્યા?

By

Published : Oct 11, 2021, 12:00 PM IST

  • હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ
  • દેશવિદેશથી તમામ લોકો અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે
  • અમિતાભ બચ્ચન એક સમયે જમીનથી શિખર અને શિખરથી જમીન સુધી પણ પહોંચ્યા હતા

હૈદરાબાદઃ હિન્દી સિનેમાના દિગ્ગજ અને સદીના મહાનાયક તરીકે ઓળખાતા અભિનેતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)નો આજે 79મો જન્મદિવસ છે. તેમનો જન્મદિવસ કોઈ તહેવારથી ઓછો નથી. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અત્યારના સમયના સૌથી મોટા સ્ટાર છે. તેઓ પોતાની ફિલ્મોથી પૈસા અને પ્રસિદ્ધિ બંને કમાય છે. અમિતાભ બચ્ચને પોતાના જીવનમાં સફળતાનો શિખર પણ સર કર્યો છે અને એક સમયે તેઓ એક એક પૈસા માટે તરસી ગયા હતા. તેમણે વર્ષ 1995માં પોતાનું પ્રોડક્શન હાઉસ ABCL શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ દેવામાં સપડાઈ ગયા હતા.

અમિતાભ બચ્ચનના પ્રોડક્શન હાઉસ પર થયું હતું દેવું

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, તેમના પ્રોડક્શન હાઉસે 15 ફિલ્મ બનાવી, જે કમાણી પણ ન કાઢી શકી. કંપની ડૂબી ગઈ અને 90 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું. જોકે, સ્થિતિ તે હદ સુધી પહોંચી ગઈ હતી કે, અમિતાભ બચ્ચન શિખરથી જમીન સાફ કરવાની નોકરી કરવા તૈયાર થઈ ગયા હતા. વર્ષ 1996માં મિસ વર્લ્ડ પછી તેમનો સમય ઉલટો ચાલવાનો શરૂ થયો હતો. કંપની ABCL સામે કાયદાકીય કેસ નોંધાવા લાગ્યા હતા અને લોનની ચૂકવણી ન કરી શકતા બંગલા પ્રતીક્ષાને ઉધાર રાખવો પડ્યો હતો. પ્રતીક્ષાની સાથે સાથે તેમના બંને ફ્લેટ પણ વેંચાવાની કગાર પર હતા.

આ 2 કારણોથી ફરી ઉભા થયા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ફિલ્મ નિર્દેશક યશ ચોપરા પાસે કામ માગવા ગયા હતા. પછી વર્ષ 2000માં ફિલ્મ 'મોહબ્બતેં'માં તેમને કામ મળ્યું. ફિલ્મ સુપરહિટ થઈ અને બીગ બીની ગાડી ફરી એક વાર પાટે ચડી હતી. આ જ વર્ષે તેમને ટીવી ક્વિઝ શો 'કોન બનેગા કરોડપતિ' પણ ઓફર થયો હતો, પરંતુ બીગ બીનો પરિવાર આ ટીવી શો કરવાની વિરુદ્ધ હતો. જોકે, તેમણે ખૂબ જ સમજી વિચારીને પગલું ભર્યું અને શૉની ઓફર સ્વીકારી લીધી હતી. આજે KBC અને અમિતાભ બચ્ચનની ઉપલબ્ધીઓને નાનામાં નાનું બાળક પણ ઓળખે છે.

ફિલ્મી કારકિર્દી

અમિતાભ બચ્ચને વર્ષ 1969માં આવેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો. ત્યારબાદ તેમણે બોમ્બે ટૂ ગોવા, આનંદ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ જોઈએ તેટલી ઓળખ મળી નહતી. ત્યારબાદ વર્ષ 1973માં આવેલી ફિલ્મ 'ઝંઝીર'થી તેમનું નસીબ ચમક્યું. આ ફિલ્મથી તેમને એન્ગ્રી યંગ મેનનું ટેગ મળ્યું હતું. ત્યારબાદ તો તેમણે પાછા વળીને જોયું જ નહતું. અમિતાભ બચ્ચને ઝંઝીર પછી દિવાર, શોલે, પરવરીશ, ડોન, ત્રિશુલ, કાલા પથ્થર, કાલિયા જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની ફિલ્મોના ડાયલોગ નાનામાં નાના બાળકને પણ યાદ રહેતા હતા. અમિતાભ બચ્ચન આજે 79 વર્ષના થયા છે. જોકે, આ ઉંમરે પણ તેમનામાં પહેલા જેવી જ એનર્જી જોવા મળી રહી છે અને અત્યારે તેઓ સૌથી વ્યસ્ત અભિનેતામાંથી એક છે.

આ પણ વાંચો-સૂર્યવંશી ફિલ્મ રિલીઝ ડેટ, શુ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે..?

આ પણ વાંચો-જાહ્નવી કપૂરે હાથ પર લખાવ્યું ખાસ વ્યક્તિનું નામ, શેર કરી એક-એકથી ચઢિયાતી તસવીરો

ABOUT THE AUTHOR

...view details