- 5મી સપ્ટેમબરના રોજ ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે
- ભારતના મહાન તત્વજ્ઞાની, વિદ્વાન અને રાજકારણી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણની આજે 133મી જન્મજયંતિ છે
- સર્વપલ્લી રાધાકૃષ્ણએ 1962માં રાષ્ટ્રપતિનું પદ સંભાળતા પ્રથમવાર શિક્ષણ દિવસ ઉજવાયો
ન્યૂઝ ડેસ્ક: સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ બ્રિટિશરોના તાબામાં આવતા મદ્રાસ પ્રાંતમાં થિરુત્તાનીમાં થયો હતો. ભારતના મહાન તત્વજ્ઞાની, વિદ્વાન અને રાજકારણી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણની આજે 133મી જન્મજયંતિ છે. તેમના સિધ્ધાતો અને ઉપદેશોની સમગ્ર વિશ્વમાં ઉંડી અસર થઇ હતી.
રાધાકૃષ્ણનો જન્મ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો
5મી સપ્ટેમબરના રોજ તેમની જન્મજયંતિએ ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાધાકૃષ્ણનો જન્મ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સીટીમાં તત્વ જ્ઞાનના વિષયમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.ને પછીથી, યુનિવર્સિટી ઓફ મૈસુર અને યુનિવર્સિટી ઓફ કલકત્તામાં પણ સ્ટડી ચાલુ કર્યું, જ્યાં તે વિદ્યાર્થીઓ વચ્ચે પણ લોકપ્રિય હતા. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરસ્વામી હતું, જે ગૌણ મહેસૂલ વિભાગના અધિકારી હતા અને તેમની માતાનું નામ સર્વપલ્લી સીતા હતું. રાધાકૃષ્ણના લગ્ન 16 વર્ષની વયે તેમની દુરની પિતરાઇ બહેન શિવકમુ સાથે થયા હતા. લગ્ન જીવનમાં આ દંપિતને ત્યાં છ સંતાનોનો જન્મ થયો હતો. જેમાં પાંચ દીકરીઓ અને દીકરા હતા.
ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણન અંગે રસપ્રદ તથ્યો
- જન્મ સપ્ટેમ્બર 5, 1888, તિરુતાની, ભારત.
- તેઓ અનેક ડીગ્રી ધરાવે છે. જેમાં એમ, એ, એલએલડી, ડીસીએલ, ડીએલ અને ઓક્સફોર્ડ યુનિવર્સીટીની ઓલ સોઉલ કોલેજમાં માનદ ફેલોનુ માન મળ્યુ હતુ.
- 1917માં તેમના પુસ્તક રવિન્દ્રનાથ ટાગોરનુ તત્વજ્ઞાન લખ્યુ હતુ. જેને લઇને દુનિયાની નજર ભારત પર મંડાઇ હતી. તેમણે ચેન્નાઇની પ્રેસિડેન્સી કોલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં ભણાવ્યા.
- તેમણે 1981થી 1921 દરમિયાન મૈસુરમાં, કલકત્તામાં 1921થી 1931 અને 1937થી 1941 ખાતે તત્વજ્ઞાનને પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
- 1931થી 1936માં આંધ્રપ્રદેશ યુનિવર્સીટીમાં તેમજ અન્ય યુનિવર્સીટીમાં કુલપતિ તરીકે નિયુક્ત હતા.
- તેઓ ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં 1936થી 1952 દરમિયાન પૂર્વીય ધર્મો અને નીતિશાસ્ત્રના પ્રોફેસર તરીકે પણ કામ કરતા હતા અને ભારતમાં 1939 થી 1948 દરમિયાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ હતા.
- 1946થી 1952 દરમિયાન તેમણે યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ અને 1949થી 1952માં યુએસએસઆર (સોવિયત યુનિયન)માં ભારતીય રાજદુત તરીકે પણ હતા.
- વર્ષ 1953થી 1962 દરમિયાન તેઓ યુનિવર્સીટી ઓફ દિલ્હીના કુલપતિ તરીકે રહ્યા હતા. 1948 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી.
- 1931 માં તેઓ ઘર અનેક કોરોનાના કારણે નાઈટહૂડ સૌથી વધુ જાણીતા હતા. 1954 માં તેમને ભારત રત્ન અને 1975માં ટેમ્પલટન પ્રાઇઝ એનાયત થયુ હતુ.
- 1963 માં પોપ દ્વારા વેટીકન સીટીમાં બ્રિટીશ રોયલ ઓર્ડર મેરિટનું માનદ સભ્યપદ આપવામાં આવ્યુ હતું.
- રાધાકૃષ્ણનું નામ લીટરેચરમાં નોબલ પ્રાઇઝ માટે 16 વાર અને 11 વાર નોબેલ શાંતિ પ્રાઇઝમાં કરાવ્યુ હતુ.
- 1962થી 1967 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ તરીકે હતા. તો 1968માં સાહિત્ય એકેડમી મૌનમાં સૌથી ઉચ્ચ કક્ષાનું છે જેમાં તે લખાણ કરાવ્યુ છે.
- 17 એપ્રિલ 1975ના રોજ ચેન્નાઇ ખાતે તેમનું અવસાન થયું છે.
શિક્ષક દિવસનો ઇતિહાસ