- ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્રમાં એક દરખાસ્ત આવી હતી
- સંયુક્ત રાષ્ટ્રમાં આવેલી આ દરખાસ્ત ચા દિવસ અંગેની હતી
- સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠને ચા દિવસ ઉજવવાનું આહ્વાન કર્યું હતું
હૈદરાબાદઃ ચાની ઉત્પત્તિ 5,000 વર્ષથી પણ જૂની છે, પરંતુ આરોગ્ય, સંસ્કૃતિ અને સામાજિક-આર્થિક વિકાસમાં તેનું યોગદાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. વર્તમાનમાં ચા ખૂબ જ સ્થાનિક વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. નાના ખેડૂતો અને તેમના પરિવાર સહિત 13 મિલિયનથી વધુ લોકોની રોજગારી ચા પર નિર્ભર છે.
વિકસીત દેશના લોકો ચાના વ્યવસાયથી જોડાયેલા છે આ પણ વાંચો-ઇન્ટરનેશનલ નર્સિસ ડે
વિકસીત દેશના લોકો ચાના વ્યવસાયથી જોડાયેલા છે
ચા ઉપ્તાદન અને પ્રોસેસિંગ લાખો પરિવાર માટે રોજગારીનું સાધન છે. વિકસીત દેશોના લાખો લોકો ચાથી જોડાયેલા વ્યવસાયમાં જોડાયેલા છે. મોટા પાયે ચાનું ઉત્પાદન અને નિકાસ કરનારા દેશ માટે અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તે ખૂબ જ મદદગાર છે. ચાના ઉત્પાદન માટે સારો જળવાયુ હોવો ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો-વિશ્વ મધમાખી દિવસઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર દ્વારા વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
ચા અંગે કેટલાક રોચક તથ્યો
- ચા વિશ્વના સૌથી જૂના પદાર્થોમાંથી એક છે અને પાણી પછી વિશ્વમાં સૌથી વધારે ચાનું સેવન થાય છે.
- વિશ્વભરમાં પ્રતિ વ્યક્તિ ચાની ગ્રહણ શક્તિમાં છેલ્લા 1 દાયકામાં પ્રતિ વર્ષ 2.8 ટકાની વૃદ્ધિ થઈ છે.
- વિશ્વની 60 ટકા ચા ઉત્પાદન માટે નાના માલિક જવાબદાર છે.
- ચા 4 મુખ્ય ઉત્પાદક દેશો (ભારત, ચીન, શ્રીલંકા અને કેન્યા)માં 9 મિલિયન નાના ખેડૂતોની રોજગારીને સમર્થન કરે છે.
- વૈશ્વિક ચા ઉત્પાદન 17.0 અબજ ડોલરથી વધુ છે.
સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠને ચા દિવસ ઉજવવાનું આહ્વાન કર્યું હતું
કોરોના અને લૉકડાઉનની અસર ચાના વેપાર પર પડી હતી
વર્ષ 2020માં કોરોના મહામારી અને લૉકડાઉનની અસર ચાની ખેતી અને વેપાર પર પડી હતી. જોકે, નિકાસને ભલે અસર થઈ હોય, પરંતુ સ્થાનિક ક્ષેત્રે ચાનું સેવન વધ્યું છે. લૉકડાઉનના પહેલા અઠવાડિયામાં ઘરેલુ ચાના વેચાણમાં વધારો થયો હતો .