ગુજરાત

gujarat

By

Published : Feb 11, 2021, 2:00 PM IST

ETV Bharat / bharat

આજે મહા અમાસ છે : ગ્રહોનો મહાન-સંગમ

શાસ્ત્રોંમાં મૌની અમાસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મહા મહિનામાં આવતી આ અમાસને મૌની અમાસ કે મહા અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે મૌની અમાસ 11 ફેબ્રુઆરી એટલે આજે છે.

આજે છે મહા અમાસ
આજે છે મહા અમાસ

  • મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી અમાસનું ખાસ મહત્વ
  • શ્રદ્ધાળુ ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરીને સુખ-સમૃદ્ધિની માટે કરે છે પ્રાર્થના
  • સંગટ તટ અને ગંગા નદી પર દેવી-દેવતાઓનો વાસ

દેહરાદૂન : મહા મહિનાની અમાસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાગના મુજબ 11 ફેબ્રુઆરી એટલે આજે અમાસ છે. મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી અમાવસનું ખાસ મહત્વ છે. આ દિવસે શ્રદ્ધાળુ ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરીને સુખ-સમૃદ્ધિની માટે પ્રાર્થના કરે છે.

મૌન રહેવું અને કડવા શબ્દો ન બોલવાથી મુનિ પદની પ્રાપ્તિ

શાસ્ત્રોમાં મૌની અમાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહા મહિનામાં આવવા વાળી અમાસને મૌની અમાસ કે મહા અમાસના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે મૌની અમાવસ 11 ફેબ્રુઆરી એટલે આજે છે.આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છેે. મૌની અમાસના દિવસે મૌન રહેવું અને કડવા શબ્દો ન બોલવાથી મુનિ પદની પ્રાપ્તિ થાય છે.

સંગટ તટ અને ગંગા નદી પર દેવી-દેવતાઓનો વાસ

મૌની અમાસના દિવસે પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવું શુભ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓની અનુસાર, મહા અમાસના દિવસે સંગટ તટ અને ગંગા નદી પર દેવી-દેવતાઓનો વાસ હોય છે.

મૌની અમાસના દિવસે ગ્રહોનું બનેલું રહેવું મહાસંયોગ

મૌન અમાસના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમા અને છ ગ્રહ મકર રાશિમાં હોવાનો મહાસંયોગ બની રહ્યો છે. આ શુભ સંયોગને મહોદય યોગ કહેવામાં આવે છે. માન્યતા છે કે, મહોદય યોગમાં કુંભમાં ડૂબકી અને પિતૃઓનું પૂજન કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે.

મહા અમાસ 2021 તિથિ અને શુભ મુહૂર્ત

11 ફેબ્રુઆરી, 2021એ 1:10:48થી અમાસની શરુઆત

12 ફેબ્રુઆરી, 2021એ 00:37:12 એ અમાસની સમાપ્તિ

મૌની અમાસ વ્રત નિયમ

  1. મૌની અમાસના દિવસે સવારે નદી, સરોવર કે પવિત્ર કુંડમાં સ્નાન કરવું જોઇએ. સ્નાન કર્યા પછી સૂર્ય દેવને આર્ધ્ય આપવું જોઇએ.
  2. આ દિવસે વ્રત રાખીને જ્યાં સુધી સંભવ હોય મૌન રહેવું જોઇએ. ગરીબ અને ભૂખ્યા વ્યક્તિને ભોજન જરૂરથી કરાવવું જોઇએ.
  3. અનાજ, વસ્ત્ર, તલ, આમળા, ધાબળો, ખાટલો, ઘી અને ગૌ શાળામાં ગાય તથા ભૂખ્યાને ભોજનનું દાન કરવું જોઇએ.
  4. જો આપડે અમાસના દિવસે ગૌ દાન, સોનાનું દાન કે જમીનનું દાન પણ કરી શકીયે.
  5. દરેક અમાસની જેમ મહા અમાસ પર પણ પિતૃઓને યાદ કરવા જોઇએ. આ દિવસે પિતૃનું તર્પણ કરવાથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ABOUT THE AUTHOR

...view details