- આજે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ (Indian Air Force Day 2021)
- વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનામાંથી એક ભારતીય વાયુસેના (Indian Air Force) છે
- વાયુસેનાએ અનેક વખત પોતાના પરાક્રમથી ભારતને ગૌરવ અપાવ્યું છે
ન્યૂઝ ડેસ્કઃ 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે દર વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેના દિવસની (Indian Air Force Day 2021) ઉજવણી કરવામાં આવે છે. દેશના સ્વતંત્ર થતા પહેલા વાયુસેનાને રોયલ ઈન્ડિયન એર ફોર્સ (RIAF) કહેવામાં આવતી હતી. જોકે, આઝાદી પછી વાયુસેનાના નામમાંથી 'રોયલ' શબ્દને હટાવીને ઈન્ડિયન એરફોર્સ કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ 1933ના દિવસે વાયુસેનાની પ્રથમ ટુકડી બની હતી, જેમાં 6 IAF-ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સૈનિકોને સામેલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ
ભારતીય વાયુસેનાના પહેલા ચીફ થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટ હતા
આઝાદીની પહેલા વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી. એરફોર્સને આર્મીથી 'આઝાદ' કરવાનો શ્રેય ભારતીય વાયુસેનાના પહેલા કમાન્ડર ઈન ચીફ એર માર્શલ સર થોમસ ડબ્લ્યૂ એલ્મહર્સ્ટને જાય છે. આઝાદી પછી તેમને ભારતીય વાયુસેનાના પહેલા ચીફ, એર માર્શલ બનાવવામાં આવ્યા હતા. તેઓ 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર રહ્યા હતા.