ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે દિવાળી, આ દેશોમાં આ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે - shubh diwali

દિવાળી એટલે અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતિક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દિપક પ્રગટાવીને કર્યું હતું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો.

આજે દિવાળી, આ દેશોમાં આ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે
આજે દિવાળી, આ દેશોમાં આ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે

By

Published : Nov 14, 2020, 6:05 AM IST

  • અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના પ્રકાશનો વિજય
  • આજના દિવસે ભગવાન રામનું અયોધ્યામાં પુનરાગમન
  • દિવાળીના દિવસે માહાકાલિકા માતાએ રાક્ષસોનો સંહાર કર્યો

ન્યૂઝ ડેસ્કઃ દિવાળી એટલે અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતિક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દિપક પ્રગટાવીને કર્યું હતું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો.

દિવાળીમાં રંગોળીનું મહત્વ

રંગોળી સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળ લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. લક્ષ્મી શબ્દનો અર્થ જ શોભા-સુંદરતા થાય છે. લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ-સુંદર રાખવું પડે.

દિવાળીની ઉજવણી સાથે જોડાયેલી કથા

મહારાજા પૃથુએ પૃથ્વીનું દોહન કરીને દેશને ધનધાન્યથી સમૃદ્ધ બનાવ્યો હતો. સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો. ભગવાન વિષ્ણુએ રાજા બલિને પાતાળમાં મોકલીને તેની કેદમાંથી લક્ષ્મીજી અને અન્ય દેવોને મુક્ત કર્યા વગેરે કથાઓ મળે છે.

ઓડિશા અને બંગાળમાં દિવાળીના દિવસે કાલિમાતાની પૂજા

ઓડિશા અને બંગાળની માન્યતા પ્રમાણે દિવાળીના દિવસે માહાકાલિકા માતાએ રાક્ષસોનો સંહાર કર્યો હતો. કાલિકા અથવા દુર્ગામાતાએ મહિષાસુરનો વધ પણ આ જ દિવસે કર્યો હતો. આ પૌરાણિક અને તાંત્રિક આધારોથી દિવાળીના દિવસોમાં કાલિકા માતાની ઉજવણી થાય છે.

અન્ય દેશમાં દિવાળીની ઉજવણી

દિવાળી એક એવો તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે, જ્યારે કોઈ માણસ પ્રથમ વખત એક દેશથી બીજા દેશમાં ગયો, ત્યારે તેમણે તેની સાથે ખાસ કરીને તેની સંસ્કૃતિ સાથે ઘણું બધું લીધું. તે સંસ્કૃતિના આદાન-પ્રદાનનું પરિણામ છે. આજે બ્રિટનમાં દિવાળી ઉજવવામાં આવે છે, તો ભારતમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, જ્યારે એક સંસ્કૃતિ એક દેશથી બીજા દેશમાં પહોંચે છે, તો પછી સુવિધામાં પરિવર્તન આવે છે. જેને તે દેશની પોતાની રિત કહેવામાં આવે છે.

જાપાન

જાપાનના યોકોહામામાં 2 દિવસીય દિવાળીનું આયોજન કરવામાં આવે છે. આ 2 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. લાખો લોકો ડાન્સ કરે છે અને ગીત ગાય છે.

મલેશિયા

મલેશિયામાં દિવાળીને હરિ દિવાળી કહેવામાં આવે છે. અહીંના રિવાજો ભારતથી અલગ છે. આ દેશના લોકો તેમના શરીર ઉપર તેલ લગાવીને દિવાળીની શરૂઆત કરે છે. ત્યારબાદ મંદિરોમાં જાય છે અને સુખ, સમૃદ્ધિ અને ખ્યાતિ માટે પ્રાર્થના કરે છે. તમિળ-હિન્દુઓ મલેશિયામાં રહે છે, તેથી અહીં પૂજા પાઠમાં દક્ષિણ ભારતની ઝલક જોવા મળે છે.

ત્રિનિદાદ અને ટોબેગો

દિવાળીની રોમાંચ એ કેરેબિયન સમુદ્રના ટાપુઓ પર પણ જોવા મળે છે. અહીં મુખ્યત્વે ત્રિનીદાદ અને ટોબેગો સમુદાય દિવાળીની ઉજવણી કરે છે. દિવાળી પર હિન્દુ સંસ્કૃતિ અહીં સ્ટેજ પર નાટક દ્વારા કહેવામાં આવે છે. પરંપરાગત પોશાકોના બધા કલાકારો તહેવારોથી સંબંધિત વાર્તાઓ પણ કહે છે. આ ઉપરાંત સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવે છે.

મોરિશિયસ

મોરેશિયસમાં નાના ટાપુઓ પર દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસ જાહેર રજા છે. અહીંના લોકો ઘરની સફાઈ કરવામાં ઘણું માને છે. તેઓ માને છે કે, આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે. દિવાળી પર અહીં રાવણ દહન પણ કરવામાં આવે છે. મોરિશિયસનું ટ્રાયોલેટ ગામ સંપૂર્ણ રીતે સજ્જ છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

નેપાળ

નેપાળના લોકો દિવાળીને તિહાર કહે છે. ભારતની જેમ અહીં દિપોત્સવ પણ 5 દિવસનો છે. જેમાં પ્રથમ દિવસે ગાયને ભાત આપવામાં આવે છે, બીજા દિવસે કૂતરાઓને વિવિધ વાનગીઓ ખવડાવવામાં આવે છે, ત્રીજા દિવસે લક્ષ્મી પૂજન, ચોથા દિવસે યમ પૂજન અને પાંચમા દિવસે ભાઇબીજની ઉજવણી કરવામાં આવે છે. અહીં કુકુર તિહાર એટલે કે બીજા દિવસે ખૂબ ઉત્સાહ જોવા મળે છે.

દિવાળીની પૂજા વિધિમાં જરૂરી સામગ્રી

દિવાળીના દિવસે પૂજામાં વપરાતી અનેક વસ્તુઓ આમ તો ઘરમાં જ મળી રહે છે, પરંતુ કેટલીટ વસ્તુઓ બજારમાંથી લાવવી પડે છે. આ તમામમાં લક્ષ્મી, સરસ્વતી અને ગણેશજીનુ ચિત્ર કે પ્રતિમા, લાલ દોરો, કંકુ, ચોખા, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી, ધૂપ, કપૂર, અગરબત્તી, માટી અને તાંબાના દિવા, રૂ ઉપરાંત મોલી, નારિયળ, મઘ, દહી, ગંગાજળ, ગોળ, ધાણા, ફળ, ફૂલ, જવ, ઘઉં, દુર્વા, ચંદન, સિંદૂર, ઘૃત, પંચામૃત, દૂધ, મેવા, ધાણી, પતાશા, ગંગાજળ, જનોઈ, સફેદ કપડુ, અત્તર, ચૌકી (બાજટ) કમળકાકડીની માળા, કળશ, શંખ, આસન, થાળી, ચાંદીનો સિક્કો, દેવતાઓના પ્રસાદ માટે મિઠાઈ.

દિવાળી પૂજા વિધિ

દિવાળીની પૂજા દરમિયાન પ્રથમ એક બાજટ લો અને સફેદ વસ્ત્ર બાજટ પર પાથરી લો. હવે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા અથવા તસ્વીર તે બાજટ પર વિરાજીત કરો. ત્યારબાદ જળપાત્રમાંથી થોડૂં જળ લઈને તેને નિમ્ન મંત્રનો જાપ કરતા પ્રતિમા ઉપર છાંટી દો. ત્યારબાદ પૂજા સ્થાન અને પોતાની ઉપર છાંટો. પાણી છાંટીને ખુદને પવિત્ર કરો.

ABOUT THE AUTHOR

...view details