ન્યૂઝ ડેસ્ક : 26 નવેમ્બર 1949 એટલે કે એ દિવસ, જ્યારે ભારતે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ વર્ષોથી ચાલી રહેલા અંગ્રેજોના કાયદાને તોડીને ભારતે પોતાનું બંધારણ બનાવ્યું હતું. 29 ઓગષ્ટ 1947ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઇ હતી, જેનો હેતુ ભારતના લોકો માટે બંધારણ બનાવવાનો હતો. આ કમિટીએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતને બંધારણ અર્પણ કર્યુ હતું, જેને 26 જાન્યુઆરી 1950ના સમયે અમલમાં આવ્યુ હતું.
આજે બંધારણ દિવસ, જાણો બંધારણની વિશેષતાઓ...
26 નવેમ્બરનું ઐતિહાસિક મહત્વ છે. આજના દિવસ દેશભરમાં રાષ્ટ્રીય કાનૂન દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ વર્તમાન સંવિધાનને વિધિવત રૂપે સ્વીકાર કર્યો હતો, જે બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસે ભારતના પ્રથમ કાયદાપ્રધાન ડૉકટર ભીમરાવ આંબેડકરે બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બંધારણ દિવસ
બંધારણમાં 395 કલમ સામેલ હતી. હાલમાં તેની સંખ્યા વધીને 448 થઇ ગઇ છે. જ્યારે બંધારણમાં 8 પરિશિષ્ટ જેની સંખ્યા વધીને હવે 12 થઇ ગઇ છે.
- ભારતીય બંધારણનો પ્રથમ ભાગ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સંબંધિત છે.
- બીજા ભાગમાં ભારતીય લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ત્રીજા ભાગમાં ભારતીય લોકોના અધિકારો વિશે જણાવ્યું છે.
- ચોથા ભાગમાં રાજ્યોને સૂચનો આપવામાં આવ્યા છે અને નાગરીક ફરજોનું વર્ણન કરવામાં આવ્યું છે.
- પાચમાં ભાગમાં કેન્દ્રના કામો વિશે જણાવ્યું છે.
- છઠ્ઠા અને સાતમાં ભાગમાં રાજ્યોના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- આઠમો ભાગ કેન્દ્ર શાસિત પ્રદેશો સંબંધિત છે.
- નવમો ભાગ નગર પાલિકા અને ટેક્સ સંબંધિત છે.
- દસમો ભાગ અનુસૂચિત જનજાતિ અને ટ્રાઇબલ વિસ્તાર સંબંઘિત છે.
- 11માં ભાગમાં રાજ્ય અને કેન્દ્રના સંબંધો વિશે જણાવ્યું છે.
- 12માં ભાગમાં નાણાં, સંપતિ, કરાર અને સૂટનો ઉલ્લેખ કર્યો છે.
- 13માં ભાગમાં વ્યાપાર અને વાણિજ્યિક વિશે જણાવ્યું છે.
- 14માં ભાગમાં કેન્દ્ર અને રાજય હેઠળ આવતા અલગ અલગ વહીવટી સેવાઓનું વર્ણન કર્યુ છે.
- 15માં ભાગમાં ચૂંટણી સંબંધીત કામનો ઉલ્લેખ કર્યો છે.
- 16માં ભાગમાં કેટલીક ખાસ જાતીઓને લઇને છે. જેમાં અનામત વગેરેનો ઉલ્લેખ છે.
- 17મો ભાગ વિશેષ ભાષા સબંધિત છે.
- 18માં ભાગમાં રાષ્ટ્રપતિ શાસન અંગેની માહિતી છે.
- 19માં ભાગમાં કેટલીક વસ્તુઓ સાથે છે. જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલથી લઇને અલગ અલગ પદની નિમણૂક અને અયોગ્યતા સાથે જોડાયેલી છે.
- 20માં ભાગના બંઘારણમાં સંશોધન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- 21માં ભાગમાં અસ્થાયી અને વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- 22માં ભાગમાં કાયદાને દૂર કરવા અથવા કાયદાને રદ કરવા સંબંધિત છે.
Last Updated : Nov 26, 2020, 9:58 AM IST