અમદાવાદ : આ જન્માક્ષરમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. નોકરી ક્ષેત્રે તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે દિવસ. જીવનસાથીનો સાથ કોને મળશે, ક્યાં હાથ છોડી શકાય. આજની કુંડળી ચંદ્ર રાશિ પર આધારિત છે. આવો જાન્યુઆરીની દૈનિક કુંડળીમાં તમારા જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણીએ.
મેષ :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપ સમાજ અને લોકોમાં આદર મેળવી શકશો. આપનું લગ્ન તેમ જ પારિવારિક જીવન સંતુષ્ટ અને સુખી રહેશે. આપ મિત્રો સાથે મોજમસ્તી અને રોમાન્સ માણી શકશો. મનોરંજનથી આપને ભાગીદારીમાં ફાયદો થશે. જીવનસાથી સાથે સારો સુમેળ રહેશે.
વૃષભ :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે. કોઇના પર હસવા જતા તકલીફ ઊભી થવાની શક્યતા છે. ગેરસમજ સર્જાઈ શકે. મનોરંજન અને મોજશોખ પાછળ ખર્ચ થઇ શકે. આરોગ્ય સાચવવું પડશે. અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મનના આવેગને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદભવી શકે. આપે સભાન રહેવાની જરૂર છે.
મિથુન :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજનો દિવસ બધી રીતે લાભકર્તા જણાઇ રહ્યો છે. આપના કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. પરિવારજનો પાછળ ખર્ચ પણ થઇ શકે. લગ્નવાંછુઓના લગ્નના સંજોગ ઊભા થાય. ધંધા કે નોકરીમાં આવક વધી શકે છે. ઘરમાં મંગલ પ્રસંગોનું આયોજન થશે. સ્નેહીજનોને મળીને ખુશી અનુભવાશે. આપને રુચિકર ભોજન મળશે અને સારું દાંપત્ય સુખ પણ આપ મેળવી શકશો.
કર્ક :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપનું શરીર અને મન સ્વસ્થ નહીં હોય. છાતીમાં પીડા જેવી શારિરીક તકલીફોથી પરેશાન રહેશો. કુટુંબિજનો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવો અને વર્તનમાં વિનમ્ર રહેવું. આપના આત્મસન્માનને ઠેસ પહોંચે તેવી કોઈપણ બાબતોથી દૂર રહેવું. પાણી અને સ્ત્રીઓથી પણ સાચવીને રહેવું પડશે. ખર્ચ થવાના યોગ છે. ભોજન અને ઉંઘમાં નિયમિતતા જાળવશો તો સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકશો.
સિંહ :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે. પાડોશીઓ અને સહોદરો સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપની ધારણા પ્રમાણે કામ થઇ શકશે. ટૂંકી મુસાફરી પણ થઇ શકે. ઘણી સારી તકો સાંપડે. વિરોધીઓને મ્હાત કરી શકશો. પ્રિયજનોના સાનિધ્યથી આપ ખુશી અનુભવશો. સંબંધોમાં લાગણીઓનું ઊંડાણ વધશે. નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે.
કન્યા :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપને કેટલીક બાબતોમાં નિર્ણય લેવામાં મુંઝવણ અનુભવાશે. મનમાં નકારાત્મકતા રાખવી નહીં. પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ હોય તો અત્યારે શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવો. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે પરંતુ કેટલાક અવરોધોમાંથી પસાર થવું પડે. વધુ વિવાદ કે ચર્ચામાં પડશો નહીં. પ્રવાસ થઇ શકે. આયાત-નિકાસના વેપારમાં લાભ મેળવી શકશો.
તુલા :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આ સમય આર્થિક યોજનાઓ બનાવવા માટે ઘણો સારો છે. આપની કલાત્મકતા અને સર્જનાત્મકતા ઘણી સારી રહેશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપના દરેક કામ આત્મ વિશ્વાસ અને દૃઢ મનોબળથી આગળ વધશે. ભાગીદારો સાથે સંવાદિતા જળવાશે. મનોરંજન અને મોજમસ્તી પાછળ પણ ખર્ચ થઇ શકે. કૌટુંબિક જીવનમાં સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.
વૃશ્ચિક : ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપ મોજમસ્તી અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઇ શકશે. વાણી કે વર્તનની ઉગ્રતાને કારણે મોટો વિવાદ થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો અને વધુ ચર્ચાઓથી દૂર રહેવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે વાત કરતી વખતે અતિ હઠાગ્રહી થવાનું ટાળજો.
ધન : ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે લાભકર્તા બની રહેશે. પારિવારિક જીવનમાં સુખશાંતિ જળવાઇ રહેશે. પ્રિય વ્યક્તિની મુલાકાત ઘણી યાદગાર નિવડશે. મિત્રો સાથે ફરવા જઇ શકશો. સ્વાદિષ્ટ ભોજન માણીને આપને તૃપ્તિ થશે.
મકર :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપના વ્યવસાયમાં આવક, પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં આપની મહેનતનું સારું ફળ મેળવી શકશો. કૌટુંબિક અને સંતાનને લગતા પ્રશ્નોમાં સંતોષ અને ખુશી મળશે. વ્યવસાયમાં થોડા વધારે વ્યસ્ત રહેશો. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થઇ શકે. આજે સરકારી કામમાં સફળતા મળશે તેમજ મિત્રો અને સ્નેહીજનોથી લાભ થશે.
કુંભ : ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપ શારીરિક અસ્વસ્થતા અનુભવશો, પણ આપના મનની સ્વસ્થતા જળવાઇ રહેશે. શરીરમાં સ્ફુર્તિનો અભાવ હોવાથી કામ કરવાનો ઉત્સાહ નહીં હોય. ઉચ્ચ અધિકારીઓથી મનદુઃખ થયા કરે. મોજમસ્તી કે ફરવા પાછળ ખર્ચ થઇ શકે. લાંબા પ્રવાસ પર જઇ શકશો. વિદેશથી સારા સમાચાર મળે. સંતાનોની સમસ્યાઓ અંગે આપને પણ ચિંતા અનુભવાય. વિરોધીઓ સાથે વધુ ચર્ચા કે વિવાદમાં ન પડવું જોઇએ.
મીન :ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. સ્વાસ્થ્ય વિશે આપે સભાન રહેવું પડશે. બિમારીને કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે. કામમાં થોડી એકાગ્રતા વધારવી અને ધીરજથી આગળ વધવું. પરિવારજનો સાથે સાવચેતીભર્યું વર્તન રાખશો અને એકબીજાને આદર આપશો તો ઘણો સુલેહ જળવાઈ રહેશે. અચાનક આર્થિક લાભ થવાથી આપની મુશ્કેલીઓ દૂર થઇ શકશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આપ માનસિક શાંતિ અનુભવશો.